રિવરફ્રન્ટ પરથી બે યુવતી અને એક બાળકીએ નદીમાં ઝંપલાવીને આપધાત કર્યો

Last Modified સોમવાર, 11 જૂન 2018 (12:58 IST)

પરથી બે યુવતી અને એક બાળકીએ નદીમાં ઝંપલાવીને પોતાનું જીવન ટુંકાવી દીધું છે. બાવળાનાં રાજોડા ગામની આશાબેન અને ભાવનાબેન નામની મહિલાઓએ એક ત્રણ વર્ષની બાળકી સાથે રિવરફ્રન્ટ પરથી સામૂહિક આત્મહત્યા કરી છે. ભાવનાબેન અને આશાબેન વચ્ચે પ્રેમ સબંધ હતો. જેનાં કારણે તેમના પરિવારજનો તેમનાથી નારાજ હતા. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તે લોકો રાત્રે રિવરફ્રન્ટ પર આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ ભાજીપાંવ લાવીને તેનો નાસ્તો પણ કર્યો હતો.
ત્યારબાદ તેઓએ નેઈલ પોલિશથી રિવરફ્રન્ટ પર નીચે બેસવાની પાળી પર અને ભાજીપાંઉની પેપર ડિશની પાછળની બાજુ પર સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં રિવરફ્રન્ટની પાળી પર લખ્યું હતું કે ’અમે બંને એક થવા માટે દુનિયાથી દૂર થઈ ગયા હતા તેમ છેતા પણ દુનિયાએ અમને સાથે જીવવા ન દીધા. અમારી સાથે કોઈ પુરુષ નહતો.’ જ્યારે ભાજીપાંઉ ખાધેલ પેપર ડિશની પાછળ લખ્યું હતું કે, ’દુનિયાએ અમને એક થવા ના દીધા. ક્યારે મળીશું હવે? ક્યારે મળીશું હવે, આવતા જન્મારે પાછા મળીશું, લિ. આશા અને ભાવના’.


આ પણ વાંચો :