રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 21 માર્ચ 2024 (13:59 IST)

31 માર્ચે યોજાનાર ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર, આચાર્યની સહી-સિક્કા હોવા જરૂરી

gujcet exam
હાલમાં ગુજરાત બોર્ડની અત્યારે પરીક્ષા ચાલી રહી છે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની 31 માર્ચના રોજ GUJCET (ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ) લેવામાં આવશે. ગુજકેટની પરીક્ષા માટેની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. સ્કૂલો આ હોલ ટિકિટ ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને આપી શકશે.

31 માર્ચે ગુજકેટની પરીક્ષા યોજાવવાની છે. ધોરણ 12 સાયન્સ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા, ફાર્મસી પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા આપવી ફરજિયાત છે. જે વિદ્યાર્થીઓએ ગુજેક્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તે વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા માટે હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

સ્કૂલ દ્વારા વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. સ્કૂલે જ વિદ્યાર્થીઓને ગુજકેટની હોલ ટિકિટ આપવાની રહેશે. હોલ ટિકિટ પર સ્કૂલના આચાર્યની સહી-સિક્કા હોવા જરૂરી છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન હોલ ટિકિટ સાથે પોતાનું કોઈ એક ફોટો આઇડી પ્રૂફ સાથે રાખવું ફરજિયાત છે.