ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 નવેમ્બર 2021 (09:37 IST)

લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ, સોનગઢ હાઇવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, 2ના મોત

ભાવનગર જિલ્લાના પાલિતાણા-સોનગઢ હાઇવે પર મંગળવારે સવારે પિપર્લા ગામ પાસે કાર અને બાઇકની વચ્ચે ટક્કર થયા બાદ બે લોકોના લોકો થયા છે જ્યારે ત્રણ લોકોને ઇજા પહોંચી છે. ઘટના બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિન શિહોર હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યા. 
 
સોનગઢ પોલીસને મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના વતની અને વ્યવસાય્ય માટે સુરત સ્થાયી થયેલા આશિષ સોનાણી અને તેમની માતા સવિતાબેન પોતાના પરિવારને કેયૂર નરેશ સુતરિયા, વસંતબેન ગોપાલ ગઢીઆ તથા ભાવનગર શહેરમાં રહેનાર વૃદ્ધા શાંતૂબેન નાનૂ સુતરિયા પોતાના જીજે 05 આરજે 0737 નંબરની ક્રેટા કારમાં સવાર થઇને પાલિતાણા તાલુકાના મોખડકા ગામમાં આયોજિત લગ્ન સમારોહ માટે જઇ રહ્યા હતા ત્યારે પીપરલા ગામ પાસે સામેથી આવી રહેલા બાઇક ચાલક પ્રવીણ રામસંગ સોલંકી તથા પ્રકાશ બાબૂ સાથે તેમની ટક્કર સર્જાઇ હતી. 
 
આ દરમિયાન કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડ પર પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં બાઇક ચાલક પ્રવીણનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે કારમાં સવાર શાંતૂબેનની હાલ ગંભીર હોવાથી તેમને રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિઆન મોત નિપજ્યું હતું. તો બીજી તરફ કાર ચાલક, આશિષ, સવિતાબેન, કેયૂર અને વસંતબેનને સામાન્ય ઇજા પહોંચી છે. ઘટના બાદ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.