હું ગુજરાતની જનતા માટે લડતો રહીશ પણ કાયરોની જેમ ઘરમાં નહીં બેસુ - હાર્દિકની ફેસબુક પોસ્ટ

શનિવાર, 23 ડિસેમ્બર 2017 (12:33 IST)

Widgets Magazine
hardik patel


પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય છે. હાર્દિકે અનેક ટ્વિટ દ્વારા ભાજપ પર પ્રહારો કર્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જીતી ગયા પછી પણ હાર્દિકે ટ્વિટ કરવાનું છોડ્યું નથી અને તેઓ સક્રિય છે તેવું સતત કહી રહ્યા છે. પાસના કન્વીનર હાર્દિક પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર અકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં હાર્દિક લખ્યું છે કે, હું કાયરોની જેમ ઘરમાં બેસીને નહિ રહું.

ગુજરાતની જનતાને ગુલામીની સાંકળોમાં નહિં જોઈ શકું. જનતા મને બોલતા અટકાવશે તો પણ હું બોલીશ અને ગુજરાતની હિતોની વાત કરતો જ રહીશ. આ ઉપરાંત હાર્દિકે લખ્યું છે કે, મને ખબર છે કે, મારી આ લડાઈમાં જનતા મને પસંદ નહીં કરે. પણ હું પસંદ હોઉં કે ના હોઉં, મારે શું લેવા દેવા. મારે તો ગર્વથી જનહિતની વાત કરવી છે. હાર્દિકે શિક્ષણની વાત કરતાં આગળ કહ્યું છે કે, ‘આ મારા સંસ્કાર છે. આ મારું કર્તવ્ય છે. હું માત્ર ગુજરાતમાં સરસ્વતીનું શિક્ષણ, યુવાનોને રોજગાર અને ખેડૂતોના પાકના યોગ્ય ભાવ અને સારું સુશાસન ઈચ્છું છું અને એ જ મારી ઈચ્છા છે. ઈન્કલાબ. જિંદાબાદ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Bucket List 2017: આ વર્ષ પુરૂ થતા પહેલા આ કામ જરૂર કરી લો..

તમારી ઓફિસની બચેલી રજાઓનો ઉપયોગ કરો.. - તેમને થેંક્સ કહો જેમણે વર્ષભરમાં ક્યારેય તમારી ...

news

કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા MLAને ચૂંટણીમાં ભાજપે જ હરાવ્યા

રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલાં કોંગ્રેસના ધારાસભ્યોમાંથી ...

news

રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે, સોમનાથના કર્યા દર્શન

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાં બાદ ભાજપ ત્રીપલ ડિઝિટમાંથી હવે ડબલ ડિઝિટમાં આવી ...

news

#FodderScam LIVE:લાલૂ યાદવ અંગેનો નિર્ણય 3 વાગે આવશે. લાલૂ બોલ્યા હુ પછાત જાતિનો છુ તેથી મને ન્યાય મળવાની આશા

ચારા કૌભાંડ કેસ લાઈવ.. બિહારનો સૌથી ચર્ચિત કૌભાંડ સસથે જોડાયેલ ત્રણ મામલામાં રાંચીની ...

Widgets Magazine