શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 મે 2018 (13:15 IST)

ગુજરાતમાં ગરમીનો પારો 44 પર ગયો, રેડ એલર્ટ જાહેર

ગુજરાતમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ લોકોને ત્રાહીમામ પોકારાવી રહ્યું છે. અમદાવાદમાં ગરમીનો પારો 44 ડીગ્રીએ પહોંચતાં લોકો ગરમીથી તોબા પોકારી રહ્યાં છે. અમદાવાદમાં ગરમીનો પારો રેડ એલર્ટની નજીક પહોંચી ગયો છે. સુરેન્દ્રનગર 44.3 ડિગ્રી સાથે રાજ્યનું હોટેસ્ટ શહેર રહ્યું હતું. અમદાવાદ શહેરમાં સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. આગામી દિવસમાં ગરમીનો પારો 45 ડિગ્રીને આંબી જવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. બીજી તરફ અરવલ્લીના સાતરડામાં અસહ્ય ગરમીના કારણે યુવાનું મોત નિપજ્યું હતું. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો હતો.

મે માસમાં આકરા ઉનાળાએ જનજીવન વેરવિખેર કરી નાખ્યું છે. ચોમાસા આડે હજુ એક મહિના કરતાં વધુ સમય બાકી છે ત્યારે ગરમીના રૌદ્ર સ્વરૃપને લઈ લોકો તોબા પોકારી ઊઠયા છે. સવારના 10 વાગતાં જ ગરમીની શરૃઆત થવાની સાથે માર્ગો સૂમસામ ભાસી રહ્યા છે. લોકો કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રાજ્યમાં ફરી વળેલી તીવ્ર ગરમી હજુ આગામી દિવસોમાં ઘટે તેવા કોઈ અણસાર નથી ગરમીનો પારો ઊંચકાતાં શહેરીજનો તોબા પોકારી ઊઠયા છે. પેટમાં દુઃખાવો થવો, ચક્કર આવવા સહિતની બિમારીઓના 108ને એક જ દિવસમાં 119 કોલ મળ્યા હતા. રાજ્યભરમાં કુલ 446 કોલ મળ્યા હતા.