ભરૂચમાં ધોધમાર દોઢ કલાકમાં બે ઈંચથી વધારે વરસાદ ખાબક્યો

ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (17:27 IST)

Widgets Magazine
rain in bharuch


ભારે વરસાદ થામી જતાં ગુજરાતમાં રાહતનો શ્વાસ લેવાયો હતો. જ્યારે વરસાદ રોકાયા બાદ રાજ્યમાં અનેક સ્થળોએ ઉકળાટનો અનુભવ થયો હતો. અમદાવાદમાં ગઈ કાલે કાળા ડિબાંગ વાદળો ઘેરાયાં હતાં પણ વરસાદે દેખા નહીં દેતાં લોકોમાં નિરાશા છવાઈ હતી. ગુજરાત અને રાજસ્થાનનાં આસપાસનાં વિસ્તારમાં અપરએર સરક્યુલેશન સર્જાયું હોવાથી આગામી 24 કલાક દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઇને હળવોથી મધ્યમ વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે આજે ભરૂચમાં ભારે વરસાદે લોકોને રાહત આપી હતી. ભરૂચમાં વહેલી સવારથી ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું. જોકે, બપોરના સમયે ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યા હતા અને જિલ્લામાં અનેક જગ્યાઓ પર વીજળી ત્રાટકી હતી. વરસાદ બાદ ઠંડા પવન સાથે વાવાઝોડું ફૂંકાયા બાદ વાતાવરણમાં પલટો આવતાં ઠંડકનું પ્રમાણ વધતાં લોકોએ રાહતનો શ્વાસ લીધી હતો. બપોરના સમયે અચાનક ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભરૂચમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં દોઢ કલાકમાં 2 ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. ભરૂચના કતોપોર બજાર ચાર રસ્તા વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણીમાં કેટલાક વાહનો તણાયા હતાં. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હતું, જ્યારે ઢાળ વાળા વિસ્તાર હોવાથી પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો જેના કારણે વાહનો પાણીમાં તણાઈ રહ્યા હતાં.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મહેમાનો માટે બનાવો પનીર કોરમા

ડુંગળી અને ટામેટાની શાનદાર ગ્રેવી સાથે પનીરના ટુકડાને જોઈને કોણા મોઢામાં પાણી નહી આવે. ...

news

અલ્પેશ ઠાકોરથી સમાજનો મોટો વર્ગ નારાજ, ભાજપમાં આવે તો કાર્યકરો પણ નારાજ

દારૂબંધી-બેરોજગારી અને શિક્ષણના મુદ્દે આંદોલન છેડનાર અલ્પેશ ઠાકોર હવે ખેડુત આંદોલન તરફ જઈ ...

news

બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ માત્ર ચૂંટણી પ્રચાર માટે? શ્રાદ્ધમાં આ પ્રોજેક્ટનું કામ સવાલો ખડા કરે છે

અમદાવાદ-મુંબઇ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જોરશોરથી ગાજી રહ્યો છે. તેનું ભૂમિપૂજન ખુદ ...

news

ભાજપને હરાવવાના સંકલ્પ સાથે હાર્દિક પટેલ 182 ગાડીઓ સાથે સોમનાથ યાત્રાએ જવા રવાના થયો,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે પાસના આગેવાનો 182 ગાડીઓ સાથે ...

Widgets Magazine