Widgets Magazine
Widgets Magazine

૪૮ કલાકમાં કચ્‍છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં અતિ ભારે વરસાદ સંભવ !!!

શનિવાર, 15 જુલાઈ 2017 (23:18 IST)

Widgets Magazine
rajkot rain


 
ગુજરાતમાં સર્જાયેલ વરસાદી વાતાવરણ વધુ ઘેરૂ બને તેવા એંધાણ વર્તાય છે. હવામાન વિભાગે સહિતના કેટલાક રાજયો માટે આપ્‍યાનું અને તેના પગલે સરકારી તંત્ર એકદમ સાબદુ થઇ ગયાનું જાણવા મળે છે. બે દિવસમાં કચ્‍છમાં મેઘતાંડવ સર્જાય તેવા અત્‍યારના એંધાણ છે. ઉતર ગુજરાત 
અને સૌરાષ્‍ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે. કુદરતી રીતે ગમે ત્‍યારે પરિસ્‍થિતિ બદલાઇ શકે પરંતુ અત્‍યારના સંજોગો મુજબ ગુજરાતમાં વિવિધ વિસ્‍તારોમાં ભારે વરસાદની આગાહી થઇ રહી છે.
rajkot rain
      જાણવા મળ્‍યા મુજબ હવામાન વિભાગે રાજય સરકારને એવી માહીતી આપી છે કે, મધ્‍યપ્રદેશ ઉપર સર્જાયેલુ લોપ્રેશર ૪૮ કલાકમાં ડીપ્રેશનમાં પરીવર્તીત થઇ કચ્‍છ-ગુજરાત સહીત નજીકના રાજયોમાં ભારે વરસાદ વરસાવી શકે છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ઉપરાંત ઉતર ગુજરાત અને રાજસ્‍થાનમાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે. 
rain in gujarat
લોપ્રેશર હવે ઉતર ગુજરાત પર આવી શકે છે. જેના પગલે સમગ્ર કચ્‍છમાં સાંબેલાધારે વરસાદ વરસવાની શકયતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ૧૬ મી સુધી ગુજરાત સહિત વિવિધ રાજયો માટે સિવીયર વેધર વોર્નીગ ઇસ્‍યુ કરવામાં આવી છે. હવે પછી કચ્‍છમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. જેમ સીસ્‍ટમ 
 
કચ્‍છની નજીક સરકશે તેમ વરસાદનું જોર વધતુ જશે.
 
રાજકોટમાં અત્યાર સુધીમાં 16 ઇંચથી વધુ  - રાજકોટમાં પણ ગઇકાલથી અત્યાર સુધીમાં 16 ઇંચ વરસાદ ખાબકતા જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રાજકોટમાં ગઇકાલ બપોરથી ધીમી ધારે વરસાદ શરૂ થયા બાદ રાત્રે અનરાધાર વરસાદ પડતા સવાર સુધીમાં તો 9 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે શાળા અને કોલેજો બંધ રાખવાનો કલેકટરએ આદેશ આપ્યો છે.
 
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલા જેતાકુવા ગામે વરસાદના ધસમસતા પાણીમાં પતિ-પત્ની તણાઇ ગયા. જો કે સ્થાનિકોએ મહિલાને બચાવી લીધા છે.  પરંતુ મહિલાના પતિ તણાઇ ગયા છે.
 
રાજકોટમાં વાહનવ્યવહાર ઠપ -. જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.  વાહનવ્યવહાર ઠપ થઇ ગયો છે. રાજકોટમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પર અસર થઇ છે.  રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ટંકારામાં બારેમેઘ ખાંગા ત્રણ કલાકમાં 13 ઇંચ વરસાદ મોરબી જિલ્લાના ટંકારામાં બારેમેઘ ખાંગા થતાં 3 કલાકમાં 12 ઈંચ સહિત પાંચ કલાકમાં કુલ 14 ઈંચ વરસાદ 
 
 ગઇકાલે સાંજે ૪ વાગ્યે શરૂ થયેલો વરસાદ સતત ચાલુ રહેતા શહેરના રૈયા ચોકડી, 150 ફુટ રીંગ રોડ, ગોંડલ રોડ, માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી સહિત શહેરના પ્રવેશદ્વાર સમા રસ્તાઓ નદીમાં ફેરવાઇ જતા રાજકોટ જાણે વિખુટુ પડી ગયું હોય તેવી સ્થિતિ સર્જાયેલ. જયારે મહિલા કોલેજ અંડર બ્રીજ, લક્ષ્મીનગર અંડરબ્રીજ અને રેલનગર અંડરબ્રીજ પાણીમાં ગરકાવ થઇ જતા સ્વીમીંગ પુલ જેવી હાલત થઇ હતી. આ અંડરબ્રીજનો ઉપયોગ બંધ થઇ જતા કાલાવડ રોડ, લક્ષ્મીનગરની અનેક સોસાયટીઓ શહેર સાથે વિખુટી પડી ગઇ હતી. 
 
માઉન્ટ આબુમાં બેનાં મોત - અમીરગઢ અને માઉન્ટ આબુમાં 10 ઇંચ જેટલો ભારે વરસાદ થતાં ભારે તારાજી સર્જાઇ છે. અમીરગઢ તાલુકાના ૧૦ ગામો વિખૂટાં પડી ગયાં છે. માઉન્ટ આબુમાં એક દીવાલ ધસી પડતાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં. આબુમાં ભારે વરસાદને પગલે ગુજરાતમાં હંમેશા સૂકીભઠ્ઠ રહેતી બનાસ નદીમાં ઘોડાપૂર આવ્યાં હતાં. અમીરગઢ તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયોહતો. સરકાર દ્વારા અમીરગઢના ૧૫ ગામોના લોકોને નદીના પટમાં ન જવાની ચેતવણી જારી કરી હતી.
 
 48  કલાકમાં ભારે વરસાદ પડશે - રાજ્યભરમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ રાજસ્થાન ઉપરનું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાત ઉપર આવ્યું હોવાથી આવનારા સમયમાં ભારે વરસાદ લાવશે. બારેમેઘ ખાંઘા થાય તેવી સ્થિતિ પણ સર્જાશેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૦૭ હાઇ એલર્ટ -નર્મદા ડેમની જળ સપાટી ૧૧૭ મીટર

રાજયના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૫/૦૭/૨૦૧૭ના રોજ સવારે ...

news

ચોમાસુ ૨૦૧૭ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વરસાદે બરાબરના ઝપટમાં લીધા છે. આ વિસ્તારમાં બારે મેઘ ખાંગા ...

news

Chotilaમાં આભ ભાટ્યું, 15 કલાકમાં OMG 24 ઈંચ,નવ ગામો સંપર્ક વિહોણા(see photo)

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં 15 કલાકમાં 24 ઈંચ વરસાદ ખાબક્યો જેના કારણે જ્યાં જુઓ ...

news

કાપડના વેપારીઓના આંદોલનને ડામવા કલમ 144 લગાવાઇ

છેલ્લા વીસેક દિવસથી સુરતમાં કાપડના વેપારીઓ જીએસટીના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે. જેના ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine