સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 માર્ચ 2022 (09:58 IST)

અમદાવાદમાં યુવકે યુવતીને સગાઈ કરવા માટે દબાણ કર્યું અને એસિડ એટેકની ધમકી આપી

એક તરફી પ્રેમમાં પાગલ યુવકની ધમકીની ઘટના સામે આવી છે. આરોપી યુવકે યુવતીને પોતાની સગાઈ કરવા માટે દબાણ કર્યું હતું અને ધમકી આપી હતી. આરોપી યુવકે યુવતીને ધમકી આપી હતી કે, જો તું મારી સાથે સગાઈ નહીં કરે તો તને આખી દુનિયા સામે બદનામ કરી નાખીશ અને તુ અને તારી બહેન ખરાબ ધંધા કરે છે તેવું બધાને કહી દઈશ અને તું ક્યાંય પણ મળીશ તો તને જાનથી મારી નાખીશ અને હું પણ મરી જઈશ. આ ઘટનાની વિગત એવી છે કે, વર્ષા બહેન નામની યુવતી જે ઓરક્સ્ટ્રા તથા સિંગિગમાં ઓર્ડર પ્રમાણે જાય છે. એક વર્ષ પહેલા તેમના જ સમાજનો યુવક કિશન સાથે સગાઈની વાત ચાલતી હતી તેથી તેઓએ એકબીજાના પરિચય માટે મોબાઈલ નંબરની આપ-લે કરી અને વાતચીત કરી હતી પરંતુ તેમને છોકરો પસંદ ન આવતા વર્ષાએ ફોન કરીને સગાઈ કરવાની ના પાડી દીધી હતી. પરંતુ કિશન પાસે વર્ષોનો મોબાઈલ નંબર હતો. નરોડા વિસ્તારમાં રહેતા વર્ષા બહેને નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે બપોરના સમયે જ્યારે તે ઘરે હાજર હતી ત્યારે અરવલ્લીના યુવક(કિશન)નો ફોન આવ્યો હતો અને તેમણે ફોનમાં કહ્યું કે, તુ હવે મારી સાથે વાત નથી કરતી અને મારી સાથે સગાઈ કરવાની ના પાડે છે તેથી જો તું મારી સાથે સગાઈ નહીં કરીશ તો તને આખી દુનિયામાં બદનામ કરી નાખીશ અને તું તથા તારી બહેનો ખરાબ ધંધા કરે છે તેવું બધાને જણાવી દઈશ અને તું ક્યાંય પણ મળીશ તો તને જાનથી મારી નાખીશ અને હું પણ મરી જઈશ અને તારું નામ લખાવી દઈશ. આ સાંભળીને યુવતી ડરી ગઈ હતી અને તેણે ફોન કટ કરી નખ્યો અને કિશનનો નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ કિશને યુવતીના પિતા વિજયભાઈને ફોન કર્યો હતો અને તેમને કહ્યું કે, જો તમે તમારી દીકરીની સગાઈ મારી સાથે નહીં કરાવો તો હું વર્ષા તથા તમને બધાને જાનથી મારી નખીશ એમ કહીને બીભત્સ ગાળો આપવા લાગ્યો હતો. તેમજ હું કાલે તમારા ઘરે આવું છું. જો યુવતી ક્યાંય પણ દેખાશે તો તેના પર એસિડ નાંખીને મારી નાંખીશ અને હું પણ મરી જઈશ. યુવતીના પિતાએ ફોન કટ કરી નાખ્યો હતો.