મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 ઑગસ્ટ 2021 (08:19 IST)

અમદાવાદમાં કાકાએ ભત્રીજીને કહ્યું -હું પત્નીથી ખુશ નથી, તારે મારી સાથે ફિઝિકલ રિલેશન રાખવા પડશે

‘તું ડિવોર્સી છું અને હું પણ મારી પત્નીથી ખુશ નથી, જેથી મારે તારી સાથે ફિઝિકલ રિલેશનશિપ રાખવી છે અને તારે પણ જરૂરિયાત હશે.’ તેવું કહીને અવારનવાર ફોન તેમજ મેસેજ કરીને શારીરિક - સંબંધ બાંધવા દબાણ કરીને હેરાન - પરેશાન કરી રહેલા કુટુંબી કાકા વિરુદ્ધ ભત્રીજીએ ફરિયાદ નોંધાવી છે.ચાંદખેડામાં રહેતા સપનાબેન (ઉં.33)(નામ બદલ્યું છે.) એ તેમના કુટુંબી કાકા વિજયભાઈ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ અનુસાર સપનાબેનના લગ્ન 2008માં થયા હતા. ત્યારબાદ 2015માં તેમની કૂખે દીકરાનો જન્મ થયો હતો. ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે મનમેળ નહીં રહેતા તેમણે 2019માં છૂટાછેડા લીધા હતા. ત્યાર પછીથી સપનાબેન માતા- પિતા, ભાઈ-ભાભી સાથે રહેતા હતા.

3 મહિના પહેલા વિજયભાઈએ સપનાબેનને ફોન કરીને કહ્યું હતું કે, મારે તને મળવું છે, જેથી સપનાબેને મળવાની ના પાડી હતી, જેથી વિજયભાઈ જુદા-જુદા નંબરથી ફોન અને મેસેજ કરતા હતા, જેમાં એક દિવસ વિજયભાઈએ સપના સમક્ષ શારીરિક સબંધનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેથી સપના બેને તેમને કહ્યું હતું કે, આપણે એક જ કુટુંબના છીએ, એટલે મારી સાથે આવી બધી વાતો ના કરશો. તેમ છતાં હેરાન-પરેશાન કરતા હતા જેથી કંટાળીને આખરે સપનાબેને તેમના પિતાને વાત કરી હતી.20મી જુલાઈએ વિજયભાઈએ સપનાને ફોન કરીને ધમકી આપી હતી કે, તું આ બધી વાતો બધાને કહેતી ફરે છે, હવે તો તારે મારી સાથે શારીરિક સબંધ બાંધવો જ પડશે, નહીં તો તને જાનથી મારી નાખીશ. સપનાબેને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.લગભગ 2 મહિના પહેલા સપનાનો ફોન ખોવાઈ ગયો હતો. તેના 10 દિવસ બાદ નવો ફોન લીધો હતો. જો કે આ 10 દિવસ સપનાનો ફોન બંધ રહેતા વિજયે હેરાન કરવાનું બંધ કરી દીધુ હતુ. જ્યારે બીજો ફોન લેતા જ વિજયે ફરી વખત ફોન કરીને હેરાન પરેશાન કરવાનું શરુ કરી દીધુ હતુ.