શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 એપ્રિલ 2022 (12:13 IST)

ગોંડલમાં પુરપાટ ઝડપે જતી કારે બે બાઈકને અડફેટે લીધા, એક વૃદ્ધનું મોત

hit and run
ગોંડલ શહેરના રાજમાર્ગો ઉપર ટ્રાફિકજામની સમસ્યા દૂર થવાનું નામ લઈ રહી નથી. ત્યારે શહેરમાં બેફામ કાર ચાલકની બેદરકારી સામે આવી છે. જ્યાં વિક્રમસિંહજી કોમ્પલેક્ષ રોડ પર બેફામ કાર ચાલકે 4 સેકન્ડમાં બે બાઈકને અડફેટે લેતા હિટ એન્ડ રનની ઘટના બની હતી. જ્યાં એક વૃદ્ધની માનવ જિંદગી હોમાઈ જતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના વિક્રમસિંહજી કોમ્પલેક્ષ રોડ પર સવારના ભાગે પુરપાટ વેગે આવતી એન્ડેવર કારે બે બાઈકને અડફેટે લઇ સીધી સામેની દુકાનમાં ઘુસી હતી. જ્યાં ઉભેલા 70 વર્ષીય વૃદ્ધ ઇકબાલભાઈ ઈસ્માઈલભાઈ મુકાતી પર કાર કાળ બનીને ત્રાટકી હતી, જેને પગલે ઇકબાલભાઈનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.