1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (11:22 IST)

ગુજરાતમાં ગઇકાલે આખો દિવસ રાજકોટમાં વરસાદ પડ્યો હતો, ગોંડલમાં સૌથી વધારે મેઘતાંડવ જોવા મળ્યો હતો

જસદણમાં બે સગીર વયના બાળકોના મોત
ગઇકાલે સૌથી વધારે મેઘતાંડવ સૌરાષ્ટ્રમાં થયો હતો ત્યારે જસદણમાં બે સગીર વયના બાળકોના મોતથી ચકચાર મચી ગઈ હતી. જસદણ નવાગામ વાડી વિસ્તારમાં વીજળી પાડવાના કારણે બે બાળકોના મોત થયા હતા જેમાંથી એકની ઉંમર 15 વર્ષ જ્યારે બીજાની ઉંમર 12 વર્ષ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવાગામમાં ખેતરે કામ કરી રહેલા ત્રણ યુવકો પર વીજળી ત્રાટકી હતી જે બાદ ઘટનાસ્થળે 108 દોડી આવી હતી.
 
પાલીતાણામાં બની કરુણ ઘટના
ભાવનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રિથી વરસાદની એન્ટ્રી થઈ હતી. ત્યારે ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના મોટી રાજસ્થળી રોડના શીતળા માતાના મંદિર પાસે આવેલા કોઝવે પરથી માતા એક્ટિવા લઈને પુત્ર અને પુત્રીને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં. એ દરમિયાન કોઝવે પરથી ત્રણેય લોકો તણાયાં હતાં, જેમાં પુત્ર અને પુત્રીનાં મોત થયાં હતાં.ઘટનામાં માતાનો બચાવ થયો હતો.
 
પાલિતાણા શહેરની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતાં અને મોટી રાજસ્થળી રોડ શીતળા માતાના મંદિર પાસે આવેલા નાળા પાસેથી એક્ટિવા લઈને માતા બંને બાળકોને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં. એ દરમિયાન નાળામાં એક્ટિવા તણાયું હતું, એમાં ત્રણેય લોકો તણાયાં હતાં. જોકે માતા મીનાબેનનો બચાવ થયો છે, જ્યારે પુત્રી અને પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં.કલાકોની જહેમત બાદ બાળકોના મૃતદેહો મળ્યા હતા.