1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 7 એપ્રિલ 2023 (10:05 IST)

ગરમીમા વધારો - ગરમીનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચી શકે

Heat wave in Gujarat
અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના પ્રભુત્વમાં વધારો થઇ રહ્યો છે. આજે ગરમીનો પારો 37 ડિગ્રીને પાર થયો હતો. જેમાં અમદાવાદમાં ૩૭.૯ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
 
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી પાંચ દિવસમાં તાપમાન ૨-૩ ડિગ્રી જેટલું વધતાં ગરમીમાં વધારો અનુભવાશે. આવતીકાલે રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં હળવા વરસાદની સંભાવના છે. જોકે, આ સિવાય રાજ્યમાં હાલની સ્થિતિએ કમોસમી વરસાદની શક્યતા નહિવત્ છે. આગામી બે દિવસમાં અમદાવાદમાં પારો 40 ડિગ્રીએ પહોંચી શકે છે.
 
અમદાવાદમાં આગામી સપ્તાહથી ગરમીનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચી શકે છે. આગામી 12 થી 16 એપ્રિલ સુધી ગરમીનો પારો 42 થી વધારે જવાની શક્યતા છે.