ગુરુવાર, 12 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 9 ડિસેમ્બર 2024 (10:33 IST)

Junagarh Road Accident: - જેતપુર-સોમનાથ હાઈવે પર મોટી દુર્ઘટના, બે ગાડીઓની ટક્કરમાં ગયા 7 ના જીવ

junagadh accident
junagadh accident
Junagarh Road Accident: ગુજરાતના જૂનાગઢમાં સોમવારે સ વારે મોટી દુર્ઘટના થઈ છે. અહી પર જેતપુર-સોમનાથ હાઈવે પર બે કાર વચ્ચે થયેલ ભીષણ ટક્કરમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે.  દુર્ઘટના ભંડૂરી પાસે થઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાદમાલિયા હાટીના સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.  
 
મળતી માહિતી મુજબ જૂનાગઢ-વેરાવળ હાઇવે પર ભંડુરી ગામ પાસે બે કારા વચ્ચે ટક્કર થતાં એક કારમાં આગ લાગી ગઇ હતી. કાર સળગતા ગેસનો બાટલો ફાટ્યો હતો, જેના કારણે રોડની સાઇડમાં રહેલાં એક ઝુપડામાં પણ આગ લાગી ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં સાત લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.