સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 11 માર્ચ 2023 (16:37 IST)

ખાલિસ્તાની આતંકીઓની ગુજરાતીઓને ધમકી,‘ભારત-ઓસી વચ્ચે ટેસ્ટ જોવા જતા હોવ તો સાવધાન રહેજો’

motera stadium
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલતી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ ક્રિકેટ મેચ જોવા જતા હોવ તો સાવધાન રહેજો. ખાલિસ્તાની આતંકીઓએ ગુજરાતના લોકોને ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’ના પ્રીરેકોર્ડેડ મેસેજ કરીને ધમકી આપતો મેસેજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રેસ કરીને તેની જાણવાજોગ નોંધ કરી છે.

ધમકીને લઈને બન્ને દેશના ખેલાડીઓ સહિત દર્શકોની સુરક્ષા પણ વધારી દેવાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે આ ધમકીની સત્તાવાર નોંધ કર્યા બાદ રાજ્યની પોલીસને એલર્ટ પર રખાઈ છે. બન્ને દેશના વડાપ્રધાન અમદાવાદ સ્ટેડિયમમાં આવ્યા તે પહેલાં જ આવા રેકોર્ડેડ મેસેજ રાજ્યના અનેક લોકોને કરાયો હતો.અમેરિકા સ્થિત ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં રેકોર્ડ કરેલા મેસેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ભડકાઉ ઉચ્ચારણો કરી ગુજરાતના લોકોને કહેવામાં આવ્યું છે, ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો.’ આ આખો મેસેજ અંગ્રેજીમાં છે, જેને રાજ્યના અલગ અલગ જિલ્લાના લોકોને ફોન કોલ્સ દ્વારા સંભળાવવામાં આવી રહ્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આવા એક મેસેજને ટ્રેસ કરીને તપાસ ચાલુ કરી ત્યારે આ મેસેજ પાકિસ્તાન બેઝ ખાલિસ્તાની ગ્રુપના લોકોનું ષડયંત્ર હોવાનું ખૂલ્યું છે. આ મેસેજને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સ્પ્રેડ કરવામાં આવી રહ્યો છે. મેસેજમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનના નામ જોગ સંબોધન છે, જેના પગલે હવે બન્ને દેશના ખેલાડીઓ અને સ્ટેડિમમાં મેચ જોવા આવતા દર્શકોની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે.ધમકીને ગુજરાત પોલીસ ગંભીરતાથી લઈ રહી છે, કારણ કે ખાલિસ્તાની આતંકીઓને ISISનું સમર્થન છે. ચોટીલાથી માંડીને અમદાવાદ સુધીમાં ISISની વિચારધારાથી પ્રેરાઈ લોનવૂલ્ફ એટેક થઈ ચૂક્યા છે. સ્લિપર સેલ મેચ દરમિયાન કોઈ ઘટનાને અંજામ ન આપે તે માટે સુરક્ષા વધારાઈ છે.