ઘરેથી નાસ્તો લેવા નિકળેલા બે બાળકોની કારમાંથી મળી લાશ

મંગળવાર, 15 મે 2018 (13:38 IST)

Widgets Magazine


સુરતમાં ડીંડોલી વિસ્તારમાં આવેલી માનસી રેસિડેન્સીમાં રહેતા બે બાળકો ગઇકાલે બપોરે રમતા રમતા ગૂમ થઈ ગયા હતા. કલાકોની શોધખોળ બાદ બંને બાળકો પાર્કિગમાં પાર્ક કરેલી એક કારની પાછળની સીટ પરથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ત્યારબાદ સારવાર માટે બાળકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા જ્યાં બંનેનું મોત નિપજ્યું હતું. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ માનસી રેસિડેન્સીમાં રહેતા બે બાળકો હેલીશ રૂપાવાલા (પાંચ વર્ષ) અને વિરાજ જરીવાલા (ચાર વર્ષ) બપોરના સમયે નાસ્તો લેવા માટે ઘરેથી નિકળ્યાં હતા. પરંતુ ઘણો સમય થયા બાદ પણ બાળકો ઘરે પરત ફર્યા ન હતા.

જેથી બંનેના પરિવારજનોએ બાળકોની શોધખોળ હાથ ધરી પરંતુ તેમનો કોઈ પતો લાગ્યો ન હતો. સાંજના સમયે પાર્કિગમાં રમી રહેલા બાળકોને કારની પાછળની સીટ પર બંને બાળકોને બેભાન અવસ્થામાં જોયા હતા. જેની જાણ કરતા સોસાયટીના રહિશોએ કારનો કાચ તોડીને બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં શક્યતા એવી પણ માનવામાં આવી રહી છે કે બંને બાળકો કારમાં લોક થઈ જવાને કારણે તેમનું ગૂંગળાઈને મોત થયું હોઈ શકે છે. આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Live Election Result - કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ 2018 - પક્ષવાર સ્થિતિ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018 માટે મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે. અમે તમને બતાવીશુ ચૂંટણી ...

news

નલીન કોટડિયા લાપતા બન્યા બાદ રહી રહીને પોલીસ જાગી, વિદેશ ભાગે નહીં તે માટે લુકઆઉટ નોટિસ જારી

કરોડોના બીટ કોઇન પ્રકરણના મુખ્ય સુત્રધાર નલીન કોટડિયાને પોલીસે ધરપકડ વોરંટ ઇસ્યું કરીને ...

news

જુઓ કાન ફિલ્મ ફેસ્ટીવલમાં સોનમ કપૂર આહૂજાનો લુક

હવે સોનમ કપૂર આહુજા, અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી ગઈ છે. ...

news

ભાજપાની કર્ણાટક વિજયમાં જોવા મળ્યો યોગી આદિત્યનાથનો જલવો, મોદી પછી સૌથી પ્રભાવી ભાજપા પ્રચારક

નરેન્દ્ર મોદી પછી ભાજપાને એક વધુ નેતા મળી ગયો છે. જેનો જલવો ફક્ત એક જ પ્રદેશમાં નથી પણ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine