1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2019 (14:42 IST)

ગુજરાતની IT કંપની દ્વારા કંસ્ટ્રક્શન સેક્ટર માટે રજૂ કર્યું સોફ્ટવેર, સમય અને પૈસા બંને બચશે

તાજેતરમાં જ અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય આઇ.ટી કંપની "સીટા સોલ્યૂશન્સ" દ્વારા કંસ્ટ્રક્શન સેક્ટર માટે "construction365cloud" નામની ખાસ  સોફ્ટવેર શ્રેણી રજૂ કરવામાં આવી હતી. આ સોફ્ટવેર હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તેમજ અન્ય પ્રકારના કંન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલી કંપનીઓ, બિલ્ડર્સ, તેમજ મોટા કંન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર્સ માટે ખુબ જ ઉપયોગી છે. "કંન્સ્ટ્રક્શન365ક્લાઉડ" ની મદદથી ઉપરોક્ત વ્યવસાયીઓ પોતાના કંન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સના કામકાજ જેવા કે "મટિરિયલ મેનેજમેન્ટ, કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટ, પ્રોજેક્ટ કોસ્ટ મોનિટરિંગ, એમ્પ્લોઈ મેનેજમેન્ટ વગેરે ખૂબ જ ઝડપથી, સરળતાથી અને ક્ષતિ રહિત કરી શકશે.
 
આ ઉપરાંત "કંન્સ્ટ્રક્શન365ક્લાઉડ" માં વિવિધ ઉપયોગી ફીચર્સ જેમકે "રેરા કંમ્પીબીલીટી, એક્ટિવિટી પ્લાનિંગ એન્ડ ફોલો-અપ, મશીનરી કંઝમ્સન, એપ્રુવલ મેકેનિઝમ, ઇન્ટરનલ ટાસ્ક મેનેજમેન્ટ, નોટિફિકેશન એન્ડ રીમાઇન્ડર્સ"નો ઉપયોગ કરી કંન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા દરેક કાર્ય ખુબ જ ચોકસાઈ પૂર્વક અને પારદર્શી રીતે કરી શકાય છે. આ પ્રસંગે "સીટા સોલ્યૂશન્સ"ના સીટીઓ "ગૌરાંગ ભાદાણી" એ જણાવ્યું કે "કંન્સ્ટ્રક્શન365ક્લાઉડ" કંન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલી કંપનીઓ, બિલ્ડર્સના પૈસા, સમય અને રિસોર્સ બચાવવામાં ખૂબજ મદદ રૂપ થશે. આ  સોફ્ટવેર યુઝર્સ ફ્રેન્ડલી છે  અને તેમાં ઉપભોક્તાની જરૂરિયાત પ્રમાણે સુધારા વધારા પણ કરી શકાય છે."