ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 જાન્યુઆરી 2020 (11:57 IST)

એપાર્ટમેન્ટનાં ફ્લેટમાં આગ લાગતા મકાન માલિક જીવતા ભુંજાયા

મોરબીમાં રાધાપાર્ક સોસાયટીમાં સાહેબ એપાર્ટમેન્ટમાં વહેલી સવારે અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. આગે સમગ્ર ફ્લેટને પોતાના કબ્જામાં લીધું હતું. ઘટના અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરતાં ફાયર બ્રાઉઝર ઘટના સ્થળે પહોંચ્યૂ હતું. જોકે દશેરાએ ઘોડું ન દોડયું શોભાનાં ગાંઠિયા સમાન ભંગાર ફાયર બ્રાઉઝરનો પમ્પ આગના સમયે જ ચાલુ ન થતા પાણીની છટકાવ થઈ શક્યો ન હતો. ફાયર વિભાગ દ્વારા તરત બીજો ફાયર બ્રાઉઝર બોલાવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં મકાન માલિક અશોકભાઈ વલ્લભભાઇ ભગીરથ ઘરમાં જીવતા ભૂંજાઈ ગયા હતા. બનાવ બાદ સ્થાનિકોનો ફાયર વિભાગ પર આક્ષેપ કર્યો હતો કે ફાયર સાધનો ચાલતા ન હોવાનના કારણે અશોકભાઇ નું મોત નિપજયય હતું. બાદમાં મૃતક અશોકભાઈને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.