1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 ફેબ્રુઆરી 2019 (14:25 IST)

ગુજરાતમાં દેખાયેલા વાઘનો મૃતદેહ મળ્યો, મોત પાછળ જવાબદાર કોણ?

ગુજરાતમાં એક શિક્ષકે વાઘને જોયો અને ત્યાર બાદ વનવિભાગની ટીમ હરકતમાં આવી બાદમાં આ વાઘ વનવિભાગે ગોઠવેલા નાઈટ વિઝન કેમેરામાં કેદ થયો એની સાથે જ ગુજરાત સરકારે વાઘનું રાજ્યમાં સ્વાગત છે એવા બણગા ફૂંક્યા. વાઘ માટે અવનવી ચર્ચાઓ થઈ. વન વિભાગ પણ તેની પાછળ રાત દિવસ એક કર્યાં પણ છેલ્લે થયું શું?  આ વાઘનો મૃતદેહ કહોવાયેલી હાલતમાં જોવા મળ્યો. આજે વન વિભાગને વાઘનો મૃતદેહ લુણાવાડાના કતાર જંગલમાંથી મળી આવ્યો હતો. વાઘનો શિકાર થયો? કે કોઇ બિમારીથી વાઘનો ભોગ લીધો? વગેરે જેવા સવાલોનો જવાબ આપવાની તસ્દી વન વિભાગના અધિકારીઓએ લીધી નથી. મધ્યપ્રદેશથી આવેલા વાઘને રાજ્યનો વન વિભાગ સાચવી શક્યો નથી.
મહીસાગરના બોરિયા ગામનો રોડ ક્રોસ કરતા વાધનો ફોટો સરકારી સ્કૂલના શિક્ષકે ગત 6ઠ્ઠી ફેબ્રુઆરીએ કેદ કર્યો હતો. ત્યારબાદ એક્શનમાં આવેલા વન વિભાગે જંગલોમાં વાઘને ખોરવા માટે નાઇટ વિઝન કેમેરા લગાવ્યા હતા. ગત 11મી ફેબ્રુઆરીએ સંતરામપુરાના સંત જંગલમાંથી વાધ પસાર થઇ રહ્યો હોવાના ફૂટેજ વન વિભાગને મળી આવ્યા હતા. કેમેરાની ફૂટેજો મળ્યા બાદ ગુજરાતમાં વાઘ હોવાની જાહેરાત વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ વાધ ક્યા છે? સુરક્ષિત છે કે નહીં? વગેરે જેવી કોઇ સત્તાવાર માહિતી વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી નહતી.
વાઘનું લોકેશન જાહેર કરવું તે અસુરક્ષિત હોવાના બહાના વન વિભાગના અધિકારીઓ દ્વારા આગળ કરવામાં આવતા હતા. દરમિયાન લુણાવાડાના કતાર જંગલમાંથી આજે વાઘનો મૃતદેહ મળ્યો છે. આજે મહિસાગરના જંગલોમાંથી વાઘનો મૃતદેહ મળ્યો છે. વાધનો મૃતદેહ ડિકંપોઝ હાલતમાં મળી આવતા અનેક તર્કવિર્તક ચર્ચાઇ રહ્યા છે.