શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2019 (19:27 IST)

ઉત્તર ગુજરાતની 13 લાખ જેટલી મહિલાઓ ચૂંટણીમાં મતદાન માટે ઘરની બહાર જ ન નીકળી

ગુજરાતના રાજકારણની પારાશીશી કહેવાતા ઉત્તર ગુજરાતની ચારે બેઠકો પર ૧૭મી લોકસભા માટે થયેલા મતદાનમાં ભરેલા નારિયેળ જેવી સ્થિતિ છે. આ વખતે ગત ચૂંટણી કરતાં થયેલા વધુ મતદાનથી ખુદ રાજકીય પક્ષો ગણતરીને લઇ અવઢવમાં મુકાયા છે. ગઇ વખતે નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદના ઉમેદવાર હતા એટલે ઉત્તર ગુજરાતમાં મોદીલહેર જોવા મળી હતી, પરંતુ આ વખતે ન તો કોઈ લહેર છે કે ન તો કોઇ આંદોલનની અસર. એટલે જ રાજકીય પંડિતો પણ કોને ફાયદો અને કોને નુકસાન થશે તે ખોંખારીને કહી શકતા નથી પણ હાલમાં રાજકીય આલમમાં પાટણને બાદ કરતાં બાકીની ત્રણ બેઠકો ભાજપ પાસે અકબંધ રહેશે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના રાજકારણમાં પહેલા ઉત્તર ગુજરાતનો મહેસાણા જિલ્લો દેશના વડા પ્રધાનની જન્મ ભૂમિને લઈ અને ત્યાર બાદ હાર્દિક પટેલના અનામત આંદોલનને લઈને દેશભરમાં તેના પડઘા પડ્યા હતા. અહીં ઉત્તર ગુજરાતની ચાર બેઠકોમાં સાબરકાઠાં, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. ગરમી કે અન્ય કારણોસર આ ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની ૩૩,૪૪,૮૮૦ લાખ મહિલા મતદારો પૈકી ૨૦૪૭૪૧૨ લાખ મહિલાઓ મતદાન માટે ઘરની બહાર જ નીકળી નથી એટલે કે ૬૧.૨૧ ટકા મહિલા મતદાન નોંધાયું હતું. સૌથી ઓછું મહિલા મતદાન પાટણ બેઠક પર ૫૮.૬૭ ટકા, એટલે કે, કુલ. ૮૬૮૩૮૪ લાખ મહિલા મતદારોમાંથી ૩૫૮૮૩૫ લાખ મહિલાઓએ મતદાન કર્યુ હતું. તે પછી બનાસકાંઠામાં ૫૯.૮૩ ટકા નોંધાયું હતું એટલે કે કુલ ૮૦૬૫૪૮ લાખ મહિલા મતદારોમાંથી ૩૨૩૯૨૦ લાખ મહિલા મતદારોએ મતદાન કર્યુ હતું. જ્યારે સાબરકાંઠામાં કુલ ૮૭૫૭૧૩ લાખ મહિલા મતદારોમાંથી કુલ ૩૧૨૮૯૪ લાખ મહિલા મતદારોએ અને મહેસાણામાં કુલ. ૭૯૪૨૩૪ લાખ મહિલા મતદારોમાંથી કુલ, ૩૦૨૦૧૮ લાખ મહિલા મતદારોએ મતદાન કર્યુ હતું એટલે કે, સૌથી વધુ મહિલા મતદાન ૬૪.૨૯ ટકા સાબરકાંઠા અને ૬૧.૯૭ ટકા મહેસાણા બેઠક પર થયું હતું. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં ૩૬.૦૧ લાખ પૈકી ૨૪.૫૩ લાખ પુરુષોએ મતદાન કર્યું હતું, જેની ટકાવારી ૬૮.૧૪ ટકા થાય છે. આમ ઉત્તર ગુજરાતની કુલ ૩૩૪૪૮૮૦ મહિલા મતદારોમાંથી માત્ર ૧૨૯૭૪૬૮ લાખ મહિલા મતદારોએ મતદાન કર્યુ હતું. જે પુરુષોની સરખામણીએ મહિલા મતદાન સાત ટકા જેટલું ઓછું થયું હતું.