રૂપાણીએ અમદાવાદના સૌથી લાંબા બ્રિજનું ઉદ્ઘાટન કર્યું

ગુરુવાર, 6 જુલાઈ 2017 (12:16 IST)

Widgets Magazine
ahemdabad


અમદાવાદમાં  પરના સૌથી મોટા ફ્લાય ઓવર અને બોપલ પોલીસ સ્ટેશનનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું હતું. 2014માં બ્રિજનું કામ શરૂ થયું હતું અને અગાઉ ફેબ્રુઆરીમાં બ્રિજ ખુલ્લો મૂકવાનો હતો. જોકે, હવે બ્રિજ શરૂ થતાં જ બોપલ જંકશન પર ટ્રાફિકનું ભારણ ઘટી જશે. બોપલ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિકનું ભારણ રહેવાથી હવે તેનું પણ નિરાકરણ આવી ગયું છે.
ahemdabad bridge

પોલીસ સ્ટેશનમાં મુલાકાતીઓ માટે પાણીની સુવિધા, બેસવા માટે અલાયદો રૂમ, પોલીસકર્મીઓ માટે રેસ્ટ રૂમ વગેરે સુવિધાઓ છે. તો સમગ્ર પોલીસ સ્ટેશનને અંદર અને બહાર સીસીટીવી કેમેરાથી કવર કરાયું છે. તો સરદાર પટેલ રિંગરોડ પરના સૌથી મોટા એવા 1.4 કિલોમીટર લાંબા બોપલ ઓવરબ્રિજ માટે 94.51 કરોડનો ખર્ચ થયો છે.   ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, જિલ્લા પ્રભારી મંત્રી શંકરભાઇ ચૌધરી, ઔડા ચેરમેન ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદના રિક્ષા ડ્રાઇવરનો પુત્ર CSની પરીક્ષામાં દેશમાં ટોપ સ્થાને

કંપની સેક્રેટરી કોર્સનું કમ્પ્યૂટર બેઝ ફાઉન્ડેશન કોર્સનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે ...

news

અમરેલીમાં દલિત સમાજનાં 200 પરિવારોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

અમરેલી જીલ્લામાં થોડા સમયથી દલિતો સાથે થઇ રહેલા અન્યાય સામે દલિત સમાજ દ્વારા અનેક આંદોલનો ...

news

ગુજરાતીઓમાં હવે અમેરિકાને બદલે કેનેડાની વધી રહેલી પસંદગી

અમેરિકા બાદ હવે ગુજરાતીઓ કેનેડા જવાનું સૌથી વધુ પસંદ કરવા લાગ્યા છે અને એટલા માટે જ ...

news

શાંઘાઇ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ર૦૧૯ સુધીમાં હાલોલમાં રૂ. ર૦૦૦ કરોડનું મૂડીરોકાણ કરશે- ૧૦૦૦ યુવાઓને રોજગાર મળશે-

ગુજરાતના હાલોલમાં ચીનની પેસેન્જરકાર કોમર્શીયલ વાહનોનું ઉત્પાદન કરતી અગ્રગણ્ય કંપની શાંધાઇ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine