શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 જાન્યુઆરી 2018 (16:21 IST)

મહારાષ્ટ્ર બંધની અસર સુરતમાં, ચક્કાજામ, એસટી બસો અને ટ્રેનો અટકાવાઈ

પૂણેના ભીમા કોરેગાંવ ઘટનાના પગલે મહારાષ્ટ્ર બંધની અસરના કારણે સુરતથી મહારાષ્ટ્ર જતી 31 બસના રૂટ કેન્સલ કરવામાં આવ્યાં છે. જેથી સુરતમાં પણ પેસેન્જરની હાલત કફોડી થઈ હતી. દરમિયાન ઉધના સ્ટેશન ખાતે લોકો રસ્તા પર ઉતર્યા છે. અને ચક્કાજામની સ્થિતિ ઉદભવી છે. અને ઉધના સ્ટેશન પર બે ટ્રેન પણ અટકાવી દેવામાં આવી હતી. મહારાષ્ટ્ર હિંસાની અસર સુરતમાં જોવા મળી રહી છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અને રેલી રૂપે વિરોધ નોંધાવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોએ ઉધનાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન ઉધના સ્ટેશન નજીક ચક્કાજામની સ્થિતિ સર્જાઈ છે.

ઉધના સ્ટેશન પર બે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરતથી મુંબઈ, પુણે, અકોલા, શિરડી, પંઢરપુર, ઔરંગાબાદ, ધુળે, અમલનેર, ચોપડા, શિરપુર, માલેગાંવ, ભુસાવળ અને નંદુરબાર જેવી અનેક રૂટની બસો રદ્દ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર જતા મુસાફરો અટવાયા છે. સુરત આવી પહોંચેલી મહારાષ્ટ્રની બસોને માત્ર નવાપુર ગુજરાત બોર્ડર સુધી દોડાવાઈ રહી છે. મહારાષ્ટ્રની કુલ 50 થી વધુ બસોને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. જેથી સુરતની એસટી તંત્ર લાખોનું નુકશાન થયું છે.