મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 માર્ચ 2022 (08:24 IST)

Vadodara News - આશ્રમમાં છત તૂટતાં મોટી દુર્ઘટના, 3 મહિલા દટાઇ એકનુ મોત

વડોદરા શહેરના છેવાડે આવેલા તરસાલી બાયપાસ પાસેના સેવાતીર્થ આશ્રમ ખાતે વહેલી સવારે છતનું પ્લાસ્ટર ધરાશાયી થઇ જતાં ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. જેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી . જે પૈકી ગંભીર રીતે ઇજા પામેલી એક મહિલાનું ચૂકી સારવાર દરમિયાન મોત થયું હતું. 
 
સેવાતીર્થ આશ્રમના ટ્રસ્ટીના કહેવા મુજબ જર્જરીત છતનું સમારકામ ટૂંક સમયમાં શરૂ કરવાનું હતું છત તૂટી પડતા 3 મહિલા દટાઇ.  ઉલ્લેખનીય છે કે વડોદરા નજીક તરસાલી બાયપાસ પાસે સેવાતીર્થ નામનો આશ્રમ આવેલો છે. જેમાં માનવ સેવાનું કામ કરવામાં આવે છે . આશ્રમમાં ગૌશાળા તેમજ માનસિક અસ્વસ્થ લોકોની પણ સેવા કરવામાં આવે છે. આજે સવારે આ આશ્રમની છત તૂટી પડતા અફરાતફરી મચી ગઇ હતી.   વહેલી સવારે છતનું પ્લાસ્ટર ધરાશાયી થઇ જતાં ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી.  સારવાર દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત ભદ્રાબેન જોશીનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું . મહિલાના મોતને પગલે વિસ્તારમાં ગમગીની ફેલાઇ ગઇ હતી . આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જીગ્નેશ પટેલ તેમજ પોલીસ સ્ટાફના જવાનોએ સ્થળની મુલાકાત લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . જર્જરીત થઇ ગયેલી છતનું સમારકામ શરૂ કરવાનું હતું સેવાતીર્થ આશ્રમ તરસાલીના ટ્રસ્ટી પુરૂષોત્તમ પંચાલે જણાવ્યું હતું કે , આ ઘટના વહેલી સવારે 7 વાગ્યાના સુમારે બની હતી . જર્જરીત થઇ ગયેલી છતનું સમારકામ આગામી ટૂંક સમયમાં શરૂ કરવાનું હતું . પરંતુ , છતનું સમારકામ શરૂ થાય તે પહેલાં આ દુર્ઘટના સર્જાઈ છે . આ બનાવમાં આશ્રમના ભદ્રાબેન જોષીનું મોત થયું છે . આ બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .