સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 માર્ચ 2021 (13:16 IST)

આત્મહત્યા કરતા પહેલા લખ્યુ - દુષ્કર્મની ખોટી FIR થી દુ:ખી છુ - બે લાખ માટે યુવતીએ યુવકને ફસાવ્યો

41 વર્ષના એક વ્યક્તિએ શુક્રવારે સાંજે ગોયલા ખુર્દ સ્થિત પોતાના ઘરમાં ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. વ્યક્તિ પાસેથી સુસાઈડ નોટ મળી છે. આ નોટમાં તેમણે લખ્યુ છે કે એક મહિલા અને તેના પિતા તેના વિરુદ્ધ ખોટી દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતકની મા ની ફરિયાદ પર મામલો નોંધીને તપાસ શરૂ કરી છે.  
 
પોલીસને મળેલી માહિતી મુજબ દીપક સાંગવાને સાંજે લગભગ ચાર વાગ્યે માથા પર ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. પોલીસને આની માહિતી વૈક્ટેશવર હોસ્પિટલમાંથી મળી. પોલીસે જણાવ્યુ કે ગોયલા ખુર્દનો રહેનારો દીપકને ગોળી વઆગ્યા પછી એને એડમિટ કરવામાં આવ્યો છે. જયારબાદ પોલીસ ટીમ હોસ્પિટલ પહોચી. પણ પીડિત સ્ટેટમેંટ આપવાની સ્થિતિમાં નહોતો.  તપાસમાં જાણ થઈ કે તેને પિસ્ટલથી ખુદને ગોળી મારીને ઘાયલ કર્યો છે. તથ્યોને ઘટના સ્થળ પરથી વેરિફાઈ કરવામાં આવ્યા છે. પીડિતની મા નુ નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યુ.  ક્રાઈમ ટીમે ઘટના સ્થળની તપાસ કરી. 
 
પોલીસને ઘટના સ્થળેથી પિસ્તોલ અને બે બુલેટ સાથે શેલ પણ મળી આવ્યો હતો. પોલીસે તમામ માલ જપ્ત કરી લીધો છે. પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. તેમાં મૃતકે લખ્યું છે કે મહાવીર એન્ક્લેવમાં રહેતી એક મહિલા અને તેના પિતાએ તેની સામે ખોટી એફઆઈઆર નોંધાવી છે. મૃતકે એ મહિલાને બે લાખ રૂપિયા આપ્યા હતા. મહિલાએ મૃતકને ચેક દ્વારા પૈસા પરત કર્યા હતા. પરંતુ ચેક બાઉન્સ થઈ ગયો. જે બાદ મૃતકે મહિલા વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો હતો. જ્યારે મહિલાને કોર્ટની નોટિસ મળી તો યુવતી અને તેના પિતાએ મૃતકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. મૃતકે લખ્યું છે કે યુવતીએ તેના પર દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવી છે. તપાસમાં જાણવા મળ્યુ છે કે યુવતીએ સાગરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.