ચૂંટણી ટાણે જ મોદી ગુજરાતને ૪ લાખ કરોડના પ્રોજેકટોની લોલીપોપ આપશે

શનિવાર, 9 સપ્ટેમ્બર 2017 (13:43 IST)

Widgets Magazine


વડાપ્રધાન મોદીનું હાલનું કેન્દ્ર પોતાનું ગૃહ રાજય ગુજરાત છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા પીએમ ગુજરાતને એક પછી એક અનેક ગિફટ આપવાના છે. નક્કી કરેલા કાર્યક્રમો અનુસાર પીએમ મોદી આગામી ૩૦ દિવસમાં ગુજરાતનો ત્રણ વખત પ્રવાસ કરવાના છે. આ દરમિયાન ગુજરાતને ૪ લાખ કરોડથી વધુના પ્રોજેકટની ગિફટ આપશે. ગુજરાતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણીની જાહેરાત થતાં રાજયમાં આચાર સંહિતા લાગુ થઈ જશે. ત્યાર બાદ કોઈ નવી જાહેરાત નહીં થઈ શકે. ગુજરાતને ગિફટ આપવાની શરૂઆત પીએમ મોદી આગામી સપ્તાહથી શરૂ કરશે. તેઓ જાપાનના પીએમ શિંઝો આબે સાથે ૧૨ સપ્ટેમ્બરે બે દિવસના પ્રવાસ માટે ગુજરાત આવી રહ્યા છે. જેમાં તેઓ પોતાના ડ્રિમ પ્રોજેકટ બુલેટ ટ્રેનનું ખાતમુર્હત કરશે. જે મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલશે. હાલમાં આ પ્રોજેકટ ૧ લાખ કરોડનો છે જેમાં જાપાન પણ રોકાણ કરશે.  આ પ્રવાસ બાદ પીએમ મોદી ચાર દિવસ બાદ ફરી ૧૭ સપ્ટેમ્બર ગુજરાતના પ્રવાસે આવશે. આ દિવસે તેમનો જન્મદિવસ પણ છે. આ દિવસે તેઓ સરદાર સરોવર બંધ પ્રોજેકટની આધારશિલા રાખશે. આ લગભગ ૫૦ હજાર કરોડનો પ્રોજેકટ છે. તથા આ દિવસે જ તેઓ ૫૦ હજાર કરોડના બીજા વિકાસ પરિયોજનાઓની શરૂઆત કરશે. ત્યાર બાદ ૨જી ઓકટોબર ગાંધી જયંતીના રોજ પીએમ પોરબંદરમાં એક જનસભાને સંબોધિત કરશે. તે દિવસે તેઓ રાજયમાં લગભગ ૧ લાખ કરોડ રૂપિયાના પ્રોજેકટનું ખાતમૂર્હત કરશે. સૂત્રો મુજબ ત્રીજા પ્રવાસમાં લગભગ રૂપિયાના વિકાસકામોની જાહેરાત કરી શકે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પાટણ અને મહેસાણામાં પ્રવેશ નહીં કરવાની શરતે હાર્દિક પટેલને જામીન મળ્યાં

પાટણ ખાતે 26 ઓગસ્ટે યોજાયેલા 'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમ પહેલાં નવજીવન હોટલમાં ...

news

ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલના પુત્રનું અમેરિકામાં હૃદયરોગના હૂમલાથી નિધન થયું

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પુત્ર પ્રવિણ પટેલનું હાર્ટ એટેકના કારણે ...

news

ગુરૂગ્રામ - રેયાન શાળામાં બીજા ધોરણના વિદ્યાર્થીની હત્યા મામલે કંડક્ટરની ધરપકડ, કર્યો ચોંકાવનારો ખુલાસો

ગુરૂગ્રામ સ્થિત રેયાન ઈંટરનેશનલ શાળામાં બીજા ધોરણના બાળકની હત્યા મામલે પોલીસે બસ ...

news

સોશિયલ મીડિયામાં ‘વિકાસ’ની આવી રમુજો ઘણી ફરતી હતી

-ST અમારી, બેસો પછી જવાબદારી તમારી, આઘા રેજો વિકાસ ગાંડો થયો છે, અડફેટે લઈ લેશે. – ...

Widgets Magazine