ગુરૂગ્રામ - રેયાન શાળામાં બીજા ધોરણના વિદ્યાર્થીની હત્યા મામલે કંડક્ટરની ધરપકડ, કર્યો ચોંકાવનારો ખુલાસો

શનિવાર, 9 સપ્ટેમ્બર 2017 (10:57 IST)

Widgets Magazine

સ્થિત રેયાન ઈંટરનેશનલ શાળામાં બીજા ધોરણના બાળકની હત્યા મામલે પોલીસે બસ કંડક્ટરની ધરપકડ કરી લીધી છે.  બસ કંડક્ટરનુ નામ અશોક કુમાર છે.  ધરપકડ પહેલા પોલીસે કંડક્ટર ડ્રાઈવર અને સ્કૂલ સ્ટાફ સાથે ઘણી પૂછપરછ કરી. પોલીસે હત્યાનો મામલો નોંધી લીધો છે.  ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે ગુરૂગ્રામની રયાન ઈન્ટરનેશનલ સ્કૂલનાં ટોઈલેટમાંથી બીજા ધોરણમાં ભણતા 7 વર્ષનાં બાળક પ્રદ્યુમ્નની ગળું કાપીને નિર્મમ હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. બાળકની ગરદન પર ઘાના અનેક નિશાન હતા. બાળકનો એક કાન સાવ કપાઈ ગયો હતો. સ્કૂલની ટોઈલેટની બહાર બાળક લોહીના ખાબોચિયા વચ્ચે તરફડતો હતો. હોસ્પિટલ લઈ જવાતા તેણે મૃત જાહેર કરાયો હતો. 
 
પોલીસે આ ઘટનામાં સ્કૂલનાં બસ કન્ડકટરની ધરપકડ કરી હતી અને ડ્રાઈવર તેમજ સ્કૂલનાં નવ કર્મચારીને પકડીને તેમની પુછપરછ કરી હતી. પોલીસ તપાસમાં બાળક સાથે સૃષ્ટિ વિરૂ દ્ધ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હોવાની કન્ડકટરે કબૂલાત કરી હતી. તેણે પ્રદ્યુમ્ન સાથે કુકર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેણે બૂમો પાડતા તેણે ગળુ કાપી હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે સવારથી જ લોકોએ રયાન ઈન્ટરનેશનલ સ્કૂલના પરિસર બહાર હલ્લાબોલ કરીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે 
 
  આ મામલે મૃતક બાળકના પરિવારે સ્કૂલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારજનોના કહેવા પ્રમાણે, આ હત્યા કોઇ અન્યએ કરી છે. કંડન્ટરને મોહરો બનાવવામાં આવી રહ્યો છે. પ્રદ્યુમ્ન ક્યારેય બસમાં સ્કૂલમાં જતો નહોતો. હું તેને સ્કૂલમાં મુકવા જતી હતી. ઘટના બાદ સ્કૂલ બહાર લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.  આજે આરોપી કંડક્ટરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
 
શાળાની શુ બેદરકારી છે તેની તપાસ થઈ રહી છે 
 
ડીસીપી સિમરદીપ સિંહના મુજબ આઈપીસીની ધારા 302 હેઠળ અજ્ઞાતન વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવી રહ્યો છે.  શાળાએ શુ બેદરકારી કરી છે. જેને તપાસમાં જોવામાં આવશે. બાળકને ક્રિકેટ રમવાનો શોખ હતો. મોબાઈલ ગેમ રમવા જેવી કોઈ વાત સામે આવી નથી.  હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલ ચાકૂને જપ્ત કરવામાં આવ્યુ છે. ફોરેંસિક ટીમ પણ તપાસમાં મદદ કરી રહી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુરૂગ્રામ રેયાન શાળા બીજા ધોરણના વિદ્યાર્થી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gurgaon Ryan International-school Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સોશિયલ મીડિયામાં ‘વિકાસ’ની આવી રમુજો ઘણી ફરતી હતી

-ST અમારી, બેસો પછી જવાબદારી તમારી, આઘા રેજો વિકાસ ગાંડો થયો છે, અડફેટે લઈ લેશે. – ...

news

Video - આ કબર છે ટી રેસ્ટોરેંટ.... જુઓ વીડિયો

. ગુજરાતની રાજધાની અમદાવાદમાં આવેલ ધ ન્યૂ લકી રેસ્ટોરેંટને જોઈને તમે વિચારવા મજબૂર થઈ જશો ...

news

રાહુલ ગાંધીએ કરાવેલા સરવેમાં વિગતો ખુલી, પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જ ભાજપના પોઠિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ખાનગી એજન્સી ...

news

સ્કૂલ બસનો અકસ્માત થતાં 22 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત, ત્રણ વિદ્યાર્થીઓની હાલત ગંભીર

અમદાવાદમાં સરખેજ ગાંધીનગર પાસે આવેલ નવાપુરા ગામ નજીક આજે સવારે એક સ્કૂલ બસ અને ટ્ર્ક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine