રાહુલ ગાંધીએ કરાવેલા સરવેમાં વિગતો ખુલી, પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જ ભાજપના પોઠિયા

શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (14:30 IST)

Widgets Magazine
rahul in gujarat


ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ખાનગી એજન્સી અને સ્વૈચ્છિક સંસ્થાઓને સર્વેની જવાબદારી સોંપી છે. આ સર્વેમાં એવી ચોંકાવનારી વિગતો ખુલી છે કે, ગુજરાત કોંગ્રેસના કેટલાંય ટોચના નેતાઓ ભાજપ સાથે રાજકીય સાંઠગાઠ ધરાવે છે. એટલું જ નહીં, ભાજપના નેતાઓ,મંત્રીઓ સાથે ઘરોબો ધરાવી બિઝનેસ સહિતના લાભો મેળવે છે. સૂત્રોનું કહેવું છેકે, રાહુલ ગાંધીએ આ વખતે ગુજરાતમાં રાજકીય પરિસ્થિતીનો અંદાજ મેળવવા માટે ખાનગી એજન્સીને કામે લગાડી વિગતો મેળવી છે. ગુજરાતી મતદારોનો મિજાજ શું છે તે જાણવા પ્રયાસ કરાયો છે. બુધવારે રાહુલ ગાંધીએ અહેમદ પટેલ અને અશોક ગેહલોત સાથે બેઠક યોજીને ખાનગી એજન્સીના રિપોર્ટ પર ગંભીર ચર્ચા કરી હતી કેમ કે, સર્વેમાં એવુ તારણ બહાર આવ્યું છેકે, ગુજરાતમાં પ્રદેશ પ્રજાલક્ષી પ્રશ્નોના મુદ્દે લડત લડતા જ નથી. કાર્યકરો સાથે પણ સંપર્ક નથી. માત્ર હોદ્દા મેળવીને સત્તાનો ઠાઠ ભોગવી રહ્યાં છે પરિણામે મતદારોમાં કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ નિષ્ફળ રહી છે. ગુજરાતમાં અનેક પ્રશ્નોની લોકો પિડીત છે તેમ છતાંયે મતદારો કોંગ્રેસથી મોં ફેરવીને બેઠાં છે. ચૂંટણીમાં કોંગ્રેસના જ નેતાઓ ભાજપ સાથે મળીને કોંગ્રેસના ઉમેદવારોને હરાવવાના કામે લાગી જાય છે તે માટે રીતસર નાણાં મેળવે છે. એટલું જ નહીં, ગંભીર વાત તો એછેકે, પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જ ભાજપ સાથે રાજકીય સોદો કરીને અમુક બેઠકો પર નબળા ઉમેદવારો ઉભા રાખવા પ્રયાસો કરે છે. ટિકિટની વહેંચણીમાં નાણાં લેવાય છે. ગુજરાતમાં આજેય પ્રદેશ કોંગ્રેસના નેતાઓ, કેટલાંક ધારાસભ્યો ભાજપ સાથે મળીને રોડ,સરકારી બિલ્ડીંગો, શૌચાલય સહિતના કામોના કોન્ટ્રાક્ટો મેળવી કરોડોનો બિઝનેશ કરે છે. મતદારોને દેખાડવા વિરોધને, અંદરખાને ભાજપ સાથે ભાગબટાઇ કરી મલાઇ તારવાનો ધંધો થઇ રહ્યો છે. કોંગ્રેસના નેતાઓને ગુજરાતમાં સત્તા મેળવવા કરતંયે ભાજપ સાથે ગોઠવણ પાડીને કમાણી કરવામાં વધુ રસ છે તે જાણીને ખુદ ખુદ હાઇકમાન્ડ ચોંકી ઉઠયુ છે જેના પગલે રાહુલ ગાંધીએ ગેહલોતને આ પ્રદેશના નેતાઓ પર ખાસ વોચ રાખવ આદેશ કર્યો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વિકાસ ગાંડો થયો છેની જોકસ ભાજપને ચચરી, રૂપાણીએ સોશિયલ મીડિયા કેમ્પેનના નામે કોંગ્રેસ પર ઠીકરૂ ફોડ્યુ

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સોશિયલ મિડીયામાં વિપક્ષ દ્વારા વિકાસ ગાંડો થયો છે ના ચાલી ...

news

ગુજરાતના દરિયાકાંઠે પાકિસ્તાનની ઘૂસણખોરી અટકાવવા એફબીઆઈ મદદ કરશે

ગુરૂવારે બીએસએફના જવાનોએ કચ્છ પાસે સ્થિત ભારત અને પાકિસ્તાનની બોર્ડર પાસે હરામી નાળામાંથી ...

news

માત્ર 21000 લોકો પાસેથી 4900 કરોડનું કાળા નાળા જાહેર કર્યું

નોટબંધી બાદ સરકારને કાળુનાણું રાખનારા લોકોને એક તક આપી હતી. જે અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ ...

news

1993 Mumbai Blast Case - કોણ છે તાહિર મર્ચંટ અને ફિરોજ ખાન જેમને ફાંસીની સજા થઈ ?

12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયેલ સીરિયલ બ્લાસ્ટમાં આજે પાંચ દોષીઓને ટાડા કોર્ટે સજા ...

Widgets Magazine