Widgets Magazine
Widgets Magazine

ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોને સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરાવાશે

બુધવાર, 16 ઑગસ્ટ 2017 (10:59 IST)

Widgets Magazine


ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો સમગ્ર દેશમાં ચર્ચાસ્થાને છે. ત્યારે તેમની ચર્ચાએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના અઢારે વાંકાને વાંકા રાખ્યા હોય હવે તેઓને એક નવી ટ્રીટ આપવામાં આવી રહી છે. આગામી તા. 20મી ઓગસ્ટના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી તથા ઉપપ્રમુખ રાહુલ ગાંધીને મળ‌વા લઇ જવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યોએ કોંગ્રેસ પ્રત્યે દાખવેલી વફાદારીના ઇનામરુપે ધારાસભ્યોને કોંગ્રેસ દ્વારા દિલ્હી લઇ જવાશે. જયાં તેમની રાષ્ટ્રીય નેતાઓ સાથે બેઠક યોજાશે. આ ધારાસભ્યોને કોંગ્રેસ દ્વારા જંગી બહુમતીથી જીતાડવામાં આવશે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવીને આડકતરી રીતે તમામ ધારાસભ્યોને ટિકિટ આપવાની વાતને પુન: દોહરાવી હતી. કોંગ્રેસ છોડીને ધારાસભ્યોના મત વિસ્તારની જિલ્લા તથા તાલુકા પંચાયત જા‌ળવી રાખવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. તેના ભાગરુપે જ આજે બલવંતસિંહ રાજપૂતના મતવિસ્તાર પાટણ જિલ્લા તથા સિદ્ધપુર અને સરસ્વતી તાલુકા પંચાયત સહિતની કુલ સાત તાલુકા પંચાયતના સદસ્યો સાથે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ બેઠક યોજી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધ્વજ વંદન કર્યું, વડોદરામાં રાષ્ટ્રધ્વજ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા

રાજ્યસ્તરના 71માં સ્વાતંત્ર પર્વની આજે વડોદરાના નવલખી મેદાન ખાતે ઉજવણી કરવામાં આવી રહી ...

news

તિરંગાથી શણગારેલી રીક્ષાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું

આજે સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને લોકો અનેક પ્રકારના તર્કો કરતાં હોય છે. ત્યારે ...

news

ગુજરાતમાં સ્વાઈન ફ્લુએ કેર વર્તાવ્યો, એક જ દિવસમાં 13નાં મોત

ચોમાસાના ભેજયુક્ત વાતાવરણમાં સ્વાઇન ફ્લૂએ માથુ ઉંચક્યુ છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ એટલી હદે ...

રાજયસભાની ચૂંટણી બાદ ગુજરાતના રાજકારણના સમીકરણો બદલાયા

રાજ્યસભાની ચૂંટણી બાદ રાજકીય સમીકરણો બદલાતા વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધનની રાજનીતિ બદલાશે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine