શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 ઑક્ટોબર 2017 (12:50 IST)

દ્વારકામાં દેશની પ્રથમ મરીન ઈન્સ્ટિટ્યૂટ બનાવવાની મોદીની જાહેરાત

વડાપ્રધાન મોદીએ દ્વારકાધીશના દર્શન કર્યા બાદ તેમણે ઓખા-બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. અહીં પબુભા માણેકે મોદીને ઓખાઈ પાઘડી પહેરાવી સ્વાગત કર્યું.  આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે દ્વારકાનો મૂડ જ કંઇક ઓર જોયો, ચારે તરફ ઉત્સાહ ઉમંગ, નવી ચેતના હું દ્વારકામાં અનુભવી રહ્યો છે. હું દ્વારકાવાસીઓનો હૃદયથી અભિનંદન કરું છું. આજે દ્વારકા નગરીમાં જે કામનો આરંભ થઇ રહ્યો છે, તે માત્ર બેટ દ્વારકા પહોંચવા માટેનો બ્રિજ નથી, ઇંટ-પથ્થર લોંખડથી બનનારી સ્ટ્રક્ચરલ વ્યવસ્થા નથી. આ બ્રિજ દ્વારકાની સંસ્કૃતિ સાથે જોડવાની કડી સ્વરૂપ છે. બેટના લોકોને પાણીના માર્ગથી આવવું જવું પડતું, મજબૂરીમાં જિંદગી વિતાવવી પડતી, કોઇ બીમાર થઇ જાય અને તેને હોસ્પિટલે લઇ જવું પડે અને રાત્રીનો સમય હોય ત્યારે કેવી કઠણાઇ પડતી તે દ્વારકાવાસી જાણે છે. એક એવી વ્યવસ્થા બેટના નાગરીકો માટે સામાન્ય જરૂરિયાતને પૂરી કરી શકે તેવી વ્યવસ્થા જે બેટ સાથે જોડાયેલા સમુદ્રી તટને મોટા પ્રવાસનની સંભાવનાને બળ આપે. જો એકવાર પ્રવાસી આવે તો દ્વારકાના ચરણોમાં શીશ ઝૂકાવીને જતો રહે તો લાભ નહીં થાય પરંતુ જો રાત્રે રોકાય તો ગરીબોને રોજગાર મળી શકે છે. નિરંતર એક સરકાર પ્રયાસ કરે છે.  આજે બદલાયેલા વિશ્વમાં વિકાસને નવી ઊંચાઇએ લઇ જવાનું અને ભારતને નવી ઊંચાઇએ લઇ જવાનું સ્વપ્ન આખા ભારતનું છું. તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. માછીમારો માટે એક યોજના બનાવી છે. કેટલાક માછીમાર ભાઇઓ એકઠાં થઇ જાય સરકાર તેમને લોન આપશે, ઓછા વ્યાજ દરે લોન આપશે. જેનો ફાયદો દરેક માછીમાર ઉઠાવી શકે. કંડલા પોર્ટનું જે પ્રકારે ગ્રોથ થયો છે, હું જ્યારે સીએમ હતો ત્યારે તેની શું સ્થિતિ હતી એ મને ખબર છે, પરંતુ ત્યારની કેન્દ્ર સરકારે તેને મહત્વ ન આપ્યું, આજે જ્યારે અમને સેવા કરવાની તક મળી તો છેલ્લા 25 વર્ષમાં નહોતો થયો તેવો ગ્રોથ આજે થયો છે. જેના કારણે લોકોને રોજગારી મળી છે. અંલગની ઘણા વર્ષોથી ફરિયાદ રહેતી હતી, ભાવનગરનું અલંગ વિશ્વની ઓળખ છે પરંતુ એનવાર્યમેન્ટને લઇને અનેક પ્રશ્નો ઉઠાવી રહી છે. આજે અમને સેવા કરવાનો મોકો મળ્યો તો અમે એ દિશામાં પ્રયાસો શરૂ કર્યા. લોકોને જાપાન બૂલેટ ટ્રેન માટે યાદ રહે છે અમે અલંગ માટે એક મોટી યોજના બનાવીને આગળ વધી રહ્યા છીએ. જેથી અલંગના લોકોને ફાયદો મળે, અમે વિકાસને આ રીતે આગળ વધારી રહ્યાં છીએ જેનો ફાયદો લોકોને મળે.