ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ઑગસ્ટ 2023 (17:22 IST)

મોરબી:ચાલુ શાળાના વર્ગખંડમાં લાગી આગ

મોરબી:ચાલુ શાળાના વર્ગખંડમાં લાગી આગ - મોરબીની નવયુગ સ્કૂલમાં આગનું છમકલું, સંચાલકોની સજાગતાથી મોટી દુર્ઘટના ટળી. 
 
નવયુગ સ્કૂલમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યા બાદ પ્રિન્સિપાલ સહિતના સ્ટાફે સમય સુચકતા વાપરી તરત જ આગ પર કાબૂ મેળવી લીધો
 
મોરબીની નવયુગ સ્કૂલમાં આજે સવારમાં અચાનક એક રૂમમાં આગ લાગી હતી. જો કે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની તરત જ પ્રિન્સિપાલ સહિતના હાજર સ્ટાફે સમય સુચકતા વાપરી જાત મહેનતે જ શાળા સંચાલકોએ આગ ઓલવી નાખતા સજાગતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. 
 
 નવયુગ સ્કૂલના એક રૂમમાં વાયરીગમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. સ્કૂલ મેનેજમેન્ટે પણ સ્કૂલમાં રહેલા અગ્નિ શામક સાધનો વડે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો
મોરબી:ચાલુ શાળાના વર્ગખંડમાં લાગી આગ