દિલ્હીમા રૂપાણીએ પીએમ મોદી સાથે ગુજરાતના સળગતા સવાલોની ચર્ચાઓ કરી

મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (15:54 IST)

Widgets Magazine

rupani

મુખ્યમંત્રી વિજય રૃપાણી  સોમવારે બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. એમણે સોમવારે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અને ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યાર બાદ મંગળવારે તેમણે વડાપ્રધાન પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં સૌથી વધુ ચર્ચાનો વિષય ગુજરાતમાં પાણીની અછતનો મુદ્દો રહ્યો હતો. જેમાં પીએમ મોદીએ પણ તેમને કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત બંને વચ્ચે ગુજરાતની રાજકીય સ્થિતિ વિશે પણ ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી  રૂપાણી અને પીએમ મોદી વચ્ચે થયેલી આ મુલાકાતની જાણકારી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને આપી હતી. જેમાં તેમણે લખ્યું કે, પીએમ મોદી સાથેની મુલાકાતમાં ગુજરાતના વિકાસ સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ વિશે ચર્ચા થઈ.  આ મુલાકાત દરમિયાન ગુજરાત સંદર્ભે એમણે પરામર્શ કર્યો હતો. પીએમ સિવાય તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પણ મળે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, 19મી ફેબ્રુઆરીથી રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૃ થવાનું છે અને ૨૦મીએ બજેટ રજૂ થનારું છે, ત્યારે આ સંદર્ભમાં માર્ગદર્શન મેળવાય તેમ સમજાય છે. મુખ્યમંત્રી મંગળવારે જ ગાંધીનગર પરત ફરશે તેમ જણાવાઈ રહ્યું છે.
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની શક્યતાઓ, હોળી બાદ નવા પ્રદેશ પ્રમુખની વરણી થવાની ચર્ચા

ગુજરાત કોંગ્રેસમાં ફરી એક વાર નેતૃત્વ પરિવર્તનની શક્યતાઓ સેવાઈ રહી છે. હોળી પછી ગુજરાત ...

news

પોતાના સમાજના ધારાસભ્યોને મંત્રી બનાવવા કોળી સમાજ મેદાનમાં ઉતરશે

ગુજરાતના રાજકારણમાં જાતિવાદનું સમીકરણ ભારે હાવી થઈ ગયું છે ત્યારે કોળી સમાજ દ્વારા ...

news

મહિલા કેદીઓના રોજગાર માટે હવે સાબરમતી જેલમાં બનશે સેનિટરી નેપકિન

તાજેતરમા જ અક્ષય કુમારની ફિલ્મ પેડમેન રિલીજ થઇ છે. સાબરમતી સેન્ટ્રલ જેલ તંત્રએ આ ...

news

ચૂંટણી બાદ ગુજરાતના અચ્છે દિન પુરાં, પાણી બાદ હવે વીજ કાપ માટે પણ રહેવું પડશે તૈયાર

ગુજરાત સરકારે ઉનાળાની શરુઆત પહેલા જ રાજ્યમાં પાણીની અછત રહેશે તેવી જાહેરાત કરી દીધી છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine