શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (15:26 IST)

હત્યારાને સજા મળી:મહુધાના અલીણા ગામે સગાભાઈ અને ભાભીને રહેંસી નાખનાર નાનાભાઈને ફાંસીની સજા

Murderer sentenced to death
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ગામે વર્ષ 2017માં ડબલ મર્ડરની ઘટના બની હતી. જેને લઈ ચકચાર મચી હતી. જોકે, પોલીસે આ ડબલ મર્ડરની ઘટનાનો ભેદ 24 કલાકમાં જ ઉકેલી નાખ્યો હતો. ફરિયાદી એવા નાના ભાઈની જ પોલીસે અટક કરી હતી. હત્યારો પોતાની નાની ભૂલમાં પોલીસની નજરમાં આવી ગયો હતો. પોલીસની પૂછપરછમાં નાનો ભાઈ ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી. 
 
ત્યારે આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીએવા નાના ભાઈને ફાંસીની સજા ફટકારી છે. પોતાના સગાભાઈ અને ભાભીની નિર્મમ હત્યા કરવામાં આવી તે કેસને નામદાર કોર્ટે રેરસ્ટ ઓફ ધ રેર કેસ ગણી આરોપી વિપુલને ફાસીની સજાનો હુકમ કર્યો છે. આ ગુનો ગંભીર ગુનો હોવાથી સમાજમાં એક દાખલો બેસાડી શકાય તે માટે કોર્ટે ફાસીની સજાનો હુકમ કર્યો છે.