ગાંધીના ગુજરાતમાં હિંદુસ સેનાએ લગાવેલી ગોડસેની મૂર્તિને કોંગ્રેસીઓએ તોડી નાખી
મહાત્મા ગાંધીના હત્યારા નથૂરામ ગોડસેની પ્રતિમાને લઇને ગુજરાતમાં વિવાદ થયો છે. સોમવારે હિંદુ સેના તરફથી ગોડસીની મૂર્તિ લગાવવામાં આવી હતી, જેને મંગળવારે સવરે કોંગ્રેસ કાર્યકર્તાઓએ તોડી દીધી હતી.
મહાત્મા ગાંધીની હત્યાના મામાલે નથૂરામ ગોડસેને 10 ફેબ્રુઆરી 1949 ના રોજ ફાંસીની સજા સંભળાવી હતી. ત્યારબાદ 15 નવેમ્બર 1949 ના રોજ નથૂરામ ગોડસેને ફાંસી આપવામાં આવી હતી. આ અવસર પર ગુજરાતના જામનગરમાં ગોડસેની પ્રતિમા લગાવી હતી.
જોકે હિંદુ સેનાએ 8 ઓગસ્ટના રોજ નાથૂરામ ગોડસેની પ્રતિમા લગાવવાની જાહેરાત કરી હતી. સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા મૂર્તિ લગાવવાની જગ્યા ન આપવામાં આવતાં જામનગર હનુમાન આશ્રમમાં આ પ્રતિમ સ્થાપિત કરવામાં આવી હતી.
ગાંધીના હતારાઓની પ્રતિમા સ્થાપિત જોઇ મંગળવારે સવારે કોંગ્રેસ નેતા આશ્રમ પહોંચ્યા અને તેમણે ગોડસેની પ્રતિમા તોડી દીધી હતી. જામનગર કોંગ્રેસના અધ્યક્ષ દિગુભા જાડેજા અને તેમના સાથીઓએ પ્રતિમાને તોડી દીધી. તોડતી વખતે કોંગ્રેસના નેતાઓએ પોતાના ગળામાં ભગવો લગાવ્યો હતો.