શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 માર્ચ 2017 (15:06 IST)

નેશનલ ફેમિલી હેલ્થના ૨૦૧૬ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં ૧૫ થી ૪૯ વર્ષના ૫૧.૪ ટકા પુરુષો તમાકુના વ્યસની છે

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૨૦૧૫-૧૬માં દર્શાવ્યા પ્રમાણે ગુજરાતમાં આલ્કોહોલ અને તમાકુના સેવન કરનાર મહિલા અને પુરુષોની ટકાવારી દર્શાવવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ૧૫ થી ૪૯ વર્ષના ૫૧.૪ ટકા પુરુષો તમાકુના વ્યસની છે. જેમાં શહેરી વિસ્તારમાં ૪૬.૦ અને ગ્રામિણ વિસ્તારમાં ૫૬.૨ ટકા સંખ્યા નોધાઇ છે.

ગુજરાતમાં કુલ ૧૧.૧ ટકા પુરુષો આલ્હોકોલના વ્યસની છે.જેમાં શહેરી વિસ્તારમાં ૧૦.૬ અને ગ્રામીણ વિસ્તારોમાં ૧૧.૪ ટકાનો સમાવેશ થાય છે.જયારે શહેરી વિસ્તારમાં ૦.૧ અને ગ્રામિણ વિસ્તારમાં ૦.૪ એમ કુલ ૦.૩ ટકા મહિલાઓ દારૃ(આલ્કોહોલ)સેવન કરે છે. તમાકુનું વ્યસન ધરાવતી મહિલાઓમાં શહેરી વિસ્તારમાં ૫.૨ અને ગ્રામિણ વિસ્તારમાં પ્રમાણ ૯.૧ ટકા જેટલું છે. મહત્વની વાત એ છે કે, છેલ્લા એક વર્ષમાં શહેરી વિસ્તારમાં ૩૯.૭ અને ગ્રામિણ વિસ્તારમાં ૩૫.૬ કુલ ૩૬.૯ ટકા મહિલાઓએ વ્યસન છોડવાનો પ્રયત્નો કર્યા છે. તેવી જ રીતે પુરુષોમાં શહેરી વિસ્તારમાં ૩૯.૯ અને ગ્રામિણ વિસ્તારમાં ૪૦.૪ કુલ ૪૦.૪ ટકા પુરુષોએ તમાકુ, દારૃ જેવી વ્યસન છોડવાના પ્રયત્નો કર્યા હતા.

વ્યસનના કારણે લાખો લોકો કેન્સર જેવી ગંભીર બિમારીના ભોગ બને છે. ગુજરાતમાં ગુટખા પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મુક્યો હતો પરંતુ હવે ગુટખા બનાવતી કંપનીઓએ પાન મસાલ અને તમાકુના પેકીંગ અલગ કરીને વેચે છે. પહેલા ગુટખામાં તમાકુ મુક્સ આવતું હતું હવે તમાકુ અને પાન મસાલા અલગ અલગ પેકિંગમાં વેચાય છે. સરકાર દ્વારા એક વ્યસન મુક્તિ અભિયાન પાછળ કરોડો રૃપિયા ખર્ચ કરવામાં આવે છે અને બીજી તરફ વ્યસની લોકોની સંખ્યા વધતી જાય છે.