શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 નવેમ્બર 2018 (16:06 IST)

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક શાળાઓની કન્યાઓને માસિક ધર્મ અંગેનુ માર્ગદર્શન આપવામાં આવશે. સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાને લઈને માર્ગદર્શન આપવામાં આવશે. ધોરણ-7, 8ની કન્યાઓને માસિક ધર્મ અંગેનું શિક્ષણ આપવામાં આવશે.
રાજ્ય શિક્ષણ પ્રધાન વિભારી દવેએ શિક્ષણ વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક યોજીને એક મહત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓને માસિક ધર્મ અંગે જ્ઞાન આપવા માટેનાં વિશેષ પાઠ ભણાવવામાં આવશે.
ધો.6થી 8ની વિદ્યાર્થીનીઓને માસિક ધર્મ વિશે પાઠ ભણાવવામાં આવશે. વિદ્યાર્થીનીઓને અલગ વર્ગખંડમાં બેસાડી બેસાડીને માર્ગદર્શન આપવામાં આવશે. જો કે મહત્વનું છે કે આ અંગે મહિલા શિક્ષકો માસિક ધર્મ વિશે માર્ગદર્શન આપશે. રાજ્યની તમામ સ્કૂલોમાં માસિક ધર્મની જાણકારી આપતાં વિવિધ ક્લાસનું આયોજન કરાશે.