શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 માર્ચ 2017 (13:22 IST)

મોદી ફરીવાર ગુજરાત પધારશે, - દહેજ ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરશે

સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું સડક માર્ગનું અંતર ટુંકુ કરી નાંખનાર બહુહેતુલક્ષી
ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22થી 26 મે દરમિયાન કરવાના છે. ડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.22થી 26મી મે દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં આફ્રિકન ડેવલોપમેન્ટ બેન્કના કાર્યક્રમમાં પણ હાજરી આપનાર છે. 


ગુજરાત ખાતેના તેઓના પાંચ દિવસના કાર્યક્રમ દરમિયાન તેઓ ઘોઘા ખાતેથી ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરે તે માટેનો તખ્તો ઘડાઇ રહ્યો છે. 25મી જાન્યુઆરી 2012ના રોજ ઘોઘા ખાતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું ખાતમુર્હુત કર્યુ હતુ અને 15 માસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની વાત ઉચ્ચારી હતી. પરંતુ અનેક અડચણો અને કોન્ટ્રાક્ટરોની અપરિપક્વતાને કારણે સમગ્ર પ્રોજેક્ટની 63 માસ બાદ પણ 90 ટકા કામગીરી પૂર્ણ થઇ શકી છે.
ઘોઘા અને દહેજ ખાતે ઇન્સ્ટોલ કરવાનું પોન્ટૂન ઘોઘામાં બનાવવામાં આવ્યુ છે, અને 50 મીટર પહોળા તથા 30 મીટર લાંબા આ પોન્ટૂનને આજે દરિયામાં ઉતારવામાં આવ્યુ છે અને તેને ડોલ્ફિન સાથે બાંધવામાં આવ્યુ છે. હવે પછીની મોટી દરિયાઇ ભરતીમાં આ પોન્ટૂનને ટગ વડે બાંધી અને દહેજ લઇ જવામાં આવશે. બાદમાં ઘોઘા ખાતે પણ પોન્ટૂન ફિટ કરવામાં આવશે. ફેબ્રિકેશનની તમામ કામગીરી સંતુષ્ટપણે થઇ ગઇ હોવાનું જાહેર થયા બાદ દહેજ ખાતે આકાર લઇ રહેલા લિન્ક સ્પાનને ઘોઘા લાવવામાં આવશે.