શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 માર્ચ 2017 (14:05 IST)

અમદાવાદમાં હાર્દિક પટેલ સહિત 60 સામે રાયોટિંગનો ગુનો, 10ની ધરપકડ કરાઈ

કોર્પોરેટર પરેશ પટેલના ફેસબુક પર વસ્ત્રાલ વિસ્તારના કેટલાક લોકોએ પાટીદાર આંદોલનને લઈને કોમેન્ટ કરી હતી. કોમેન્ટ મુદ્દે પરેશ પટેલ ફરિયાદ કરતાં પોલીસે કેટલાક યુવકોની અટકાયત કરી હતી. જે મુદ્દે હાર્દિક પટેલ તથા અન્ય યુવકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રામોલ પોલીસ સ્ટેશન પહોંચીને યુવકોને છોડવાની માંગ કરી હતી.

આ મુદ્દે હાર્દિક પટેલ સહિતના પાટીદારો પરેશ પટેલના ઘરે પણ પહોંચ્યા હતા. હોબાળો થતા પોલીસ કાફલો પહોંચતા હાર્દિક પટેલ સહિતના લોકો ત્યાંથી જતા રહ્યાં હતા. જોકે, પોલીસે 10 લોકોને ઝડપી લીધા હતા. પોલીસે આ સાથે જ ઘટના સ્થળેથી 1 કાર અને 8 ટુ વ્હીલર જપ્ત કર્યા હતા.  હાર્દિક પટેલ સહિત 60 જેટલા લોકો સામે રામોલ પોલીસમાં રાયોટિંગનો ગુનો નોંધાયો છે. વસ્ત્રાલના કોર્પોરેટર પરેશ પટેલની ફરિયાદના આધારે રામોલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પોલીસે અત્યાર સુધી 10 જેટલા લોકોની ધરપકડ કરી લીધી છે.  આ મુદ્દે કોર્પોરેટર પરેશ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે હાર્દિક સહિતના અસામાજિક તત્વો તેમના ઘરે હુમલો કરવા પહોંચ્યા હતા. જે મુદ્દે રામોલ પોલીસે તમામ સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. 

પરેશ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર હાર્દિક પટેલ સોસાયટીની બહાર GJ-01-RI-4966 નંબરની ફોર્ચુનર કાર લઈને ઉભો હતો અને લોકોને ઉશ્કેરતો હતો કે, પરેશને બહાર ખેંચી લાવો તે લોકોને ખોટા જેલમાં પુરાવે છે. હાર્દિક સિવાય લોકો પરેશ પટેલની ઘર બહાર બુમાબુમ કરતાં હતા કે, પરેશ કોર્પોરેટરને બહાર કાઢો આજે તેની ખેર નથી કહીંને બિભત્સ ગાળો બોલતા હતા આ સાથે જ મારી નાખવાની ધમકી આપતા હતા. ટોળાએ ઘરની બહાર લગાવેલી નામની પ્લેટ અને ભાજપ પાર્ટીનો ઝંડો સળગાવી દીધો હતો.