શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 માર્ચ 2017 (12:00 IST)

ગુજરાત વિઘાનસભામાંથી શાહ પંચના રીપોર્ટ મુદ્દે કોંગ્રેસનું વોક આઉટ

એમ. બી. શાહ કમિશનના રિપોર્ટ મુદ્દે વિધાનસભા ગૃહમાં સતત બીજા દિવસે હોબાળો રહ્યો હતો. ગૃહમાં રિપોર્ટ રજૂ કરવાની માંગ સાથે કોંગ્રેસ અડગ રહેતાં બંને પક્ષના સભ્યો સામસામે સુત્રોચ્ચાર કર્યા હતા. ગૃહની કાર્યવાહી ખોરંભે પડતા અધ્યક્ષ વિરોધ કરી રહેલાં કોંગ્રેસના સભ્યોને બહાર કાઢવા કહેતાં સાર્જટોએ સભ્યોને પકડીને બહાર કાઢતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ કોંગ્રેસના તમામ સભ્યોએ વોકઆઉટ કર્યું હતું.

વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, રાજ્યમાં 1 લાખ કરોડથી વધુ ભ્રષ્ટાચાર થયાનું તથ્ય અને પુરાવા સાથેનું 17 મુદ્દાનું આવેદન 3 જૂન, 2011એ આપ્યું હતુ. ભાજપે ફેસસેવિંગ માટે જસ્ટિસ એમ. બી. શાહ કમિશન રચ્યું અને તેમાંથી 3 મુદ્દા કાઢી નાખ્યા હતા. કમિશને 6 નવેમ્બર, 2013એ અંતિમ અહેવાલ આપી દીધો છે. છતાં સરકાર 4 વર્ષથી અહેવાલ જાહેર કરતી નથી. જો અમારી સરકાર આવશે તો અમે ગૃહમાં આ રિપોર્ટ રજૂ કરીશું' આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ભૂપેન્દ્રસિંહે ચુડાસમાએ કહ્યું હતું કે, 'નરેન્દ્ર મોદીની છબી ખરડવા માટેનો કોંગ્રેસનો આ પ્રયાસ છે. અમારી સરકાર પરના આક્ષેપો પછી 2012, 2014 અને છેલ્લે યુપી સહિતની ચૂંટણીઓ આવી છે. જો આક્ષેપોમાં સત્યતા હોત તો અમારી જીત ન થઈ હોત.'ગુરૂવારે કોંગ્રેસની માંગણીનો જવાબ આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્યમાં પ્રમાણિત અને પારદર્શિતાથી શાસન ચાલી રહ્યું છે. પ્રજા પણ સરકારની પડખે છે ત્યારે કૉંગ્રેસ સત્તામાં નથી એટલે સ્વાભાવિક રીતે અકળામણ થાય. કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચારના આક્ષેપ કરતાં નરેન્દ્ર મોદીએ સ્વંય નિર્ણય કરીને એમ. બી. શાહ કમિશન રચ્યું હતું. છતાં કોંગ્રેસ મોદીની છબી ખરડવાનો પ્રયાસ કરે છે. સરકારને બિલ મળી ગયું છે, પણ કેટલાંક ટેક્નિકલ કારણોસર તેના પર કામગીરી થઈ રહી છે, સરકારને ક્લીનચીટ આપી છે.'