કચ્છના 20 હજારવર્ષના ક્લાઇમેટ ચેન્જ ઉપર ગહન સંશોધન હાથ ધરાયું

શુક્રવાર, 19 મે 2017 (16:33 IST)

Widgets Magazine

kutch

કચ્છના રણમાં છેલ્લા 20 હજાર વર્ષ દરમિયાન થયેલા ફેરફારો તથા ભૂકંપને લગતા બદલાવો પર છેલ્લા બે માસથી ભૂસ્તર વિજ્ઞાનીઓ તથા પુરાતત્વવિદો અભ્યાસ કરી રહ્યા છે. સરહદે આવેલા પ્રતિબંધિત અને અત્યંત દુર્ગમ એવા રણપ્રદેશમાં કરાયેલાં સંશોધન દરમિયાન 1819ના ભૂકંપ વખતે  વિનાશ પામેલા વહાણનો પ્રમુખ સ્તંભ તથા કરીમશાહી તથા વિઘાકોટ વિસ્તારોમાં અનેક પુરાતત્ત્વીય અવશેષો પ્રાપ્ત થયા હતા. આઇ.આઇ.ટી.-ખડગપુરના પ્રો. અનિંદય સરકારે કચ્છને પસંદ કરતાં  યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાર્યનમેન્ટલ સાયન્સ વિભાગ દ્વારા  કચ્છના છેલ્લા 20000 વર્ષના તથા વિવિધ સભ્યતાઓના ચઢાવ-ઉતાર ઉપર કરાઇ રહ્યું છે. આ કાર્ય માટે સમગ્ર ટીમ રણ વિસ્તારોમાં કેટલાય મીટર નીચેથી માટીના નમૂનાઓ લઇ રહી છે. 

આ સંશોધનના ભાગરૂપે 1819ની 16મી જૂને આવેલા વિનાશક ભૂકંપ દ્વારા રચાયેલા અલ્લાહબંધ નામના ઉત્થાન પામેલા રણના ભૂમિ ભાગ પર તેઓનું કાર્ય ચાલી રહ્યું હતું, ત્યારે એન્વાયર્નમેન્ટલ સાયન્સ વિભાગના વડા ડો. એમ.જી. ઠક્કર અને અન્ય વિજ્ઞાનીઓને નાના-નાના વહાણોના ભંગાર તેમજ વહાણનો પ્રમુખ સ્તંભ મળી આવ્યો હતો. 100 કિલો વજનનો આ સ્તંભ કચ્છ યુનિવર્સિટીના મ્યૂઝિયમમાં ગેલેરીમાં સ્થાન પામશે.  આ ઉપરાંત તે જ જગ્યાએથી મળેલા અન્ય માટીના પાત્રોના અવશેષો પણ મધ્યયુગીય માલૂમ પડ્યા છે. બી.એસ.એફ.ના કમાન્ડન્ટ તેમજ અન્ય સંત્રીઓએ સંશોધન કામમાં શક્ય તેટલી બધી જ મદદ કરવા તત્પરતા દર્શાવી હતી.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સના ઝૂલાસણ ગામમાં હિન્દુઓ મુસ્લિમ મહિલાની પુજા કરે છે

ગુજરાતમાં અવકાશ યાત્રી સનીતા વિલિયમ્સના ગામમાં મંદિરમાં હિંદુઓ મુસ્લિમ દેવીની પૂજા કરે ...

સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયોનલ બેચરાજીમાં હવે વિકાસ ગતી પકડશે

સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયોનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીએ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અજય ...

news

કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલની કવાયત - આજે અમદાવાદની ૧૬ બેઠકોની ચર્ચાઓ થશે

વિધાનસભાની ચૂંટણી ટાણે જ પ્રદેશ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ રાજકીય હિસાબ પતાવવા મેદાને ...

news

કપિલ શર્મા શોના ડો. મશહૂર ગુલાટી પર અમદાવાદમાં છેતરપિંડીનો ગુનો નોંઘાયો

કપિલ શર્માના શોમાં ડો. મશહૂર ગુલાટીના નામનથી ફેમસ થયેલા સુનીલ ગ્રોવર સાથે ઈવેન્ટ ...

Widgets Magazine