અમરેલીમાં દલિત સમાજનાં 200 પરિવારોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

ગુરુવાર, 6 જુલાઈ 2017 (11:44 IST)

Widgets Magazine
amreli


અમરેલી જીલ્લામાં થોડા સમયથી દલિતો સાથે થઇ રહેલા અન્યાય સામે દ્વારા અનેક આંદોલનો કરવામાં આવ્યા છે. જે આંદોલન પૈકી ડુંગરના યુવકનું કસ્ટોડીયલ ડેથ બનાવમાં છેલ્લા ઘણા સમયથી રહસ્ય અકબંધ હતુ. જે ગઇકાલે એલ.સી.બી દ્વારા ચાર આરોપીને પકડીને કાર્યવાહી કરવામાં આવી છે. આમ છતા દલિત સમાજના લોકોને આ બનાવ બાબતે શંકાસ્પદ હોય તેવુ લાગી રહ્યુ છે.અમરેલીમાં અપમૃત્યુ કેસમાં બુઘવારે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
amreli

આ બનાવમાં વધુ તપાસ સી.બી.આઇને  સોપવા દલીત સમાજ દ્વારા માંગ કરાઇ છે. તેમજ ચાલી રહેલા આંદોલનના ભાગ રૂપે આજે અમરેલી ખાતે 200 પરિવારોએ ઠેબી ડેમમાં હિન્દુ ધર્મના દેવી દેવતાઓને માન સન્માન સાથે પાણીમા પધરાવીને બૌધ ધર્મ અપનાવી લીધો હતો. તેમજ બનાવ અંગે કોઇ જેલના કર્મચારી અથવા તો કોઇ અધિકારીના બનાવમાં હાથ હોય તેવુ દલિત સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવમાં ચોક્કસ ખાત્રી માટે સી.બી.આઇને તપાસ સોપવા માટેની માંગ પણ કરવામાં આવી હતી. આંદોલનાના ભાગ રૂપે આજે અમરેલી જીલ્લામાં રહેતા દલિત સમાજના 200 પરિવારના લોકો દ્વારા રેલી કાઢીને અહીની ઠેબી ડેમ ખાતે માન સન્માન સાથે હિન્દુ સમાજના દેવી-દેવતાઓના ફોટોને પધરાવીને બૌધ ધર્મ અપનાવી લીધો હતો.દલિત સમાજના યુવા આગેવાન શૈલેષ પરમાર સાથેની વાતચિતમાં જણાવ્યુ હતુ કે, જ્યુડીશ્યલ મેટર હોવાથી પકડાયેલા ચાર આરોપીઓ સાથે કોર્ટ ધોરણસરની કાર્યવાહી કરશે. તેમજ પરિવારને ન્યાય મળી ગયો હોય તેવુ તેઓનું માનવુ છે. વધુમાં જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં કાયદો કાયદાનું કામ કરશે તેવુ જણાવવામાં આવ્યુ હતુ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમરેલી દલિત સમાજ 200 પરિવારો બૌદ્ધ ધર્મ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતીઓમાં હવે અમેરિકાને બદલે કેનેડાની વધી રહેલી પસંદગી

અમેરિકા બાદ હવે ગુજરાતીઓ કેનેડા જવાનું સૌથી વધુ પસંદ કરવા લાગ્યા છે અને એટલા માટે જ ...

news

શાંઘાઇ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ર૦૧૯ સુધીમાં હાલોલમાં રૂ. ર૦૦૦ કરોડનું મૂડીરોકાણ કરશે- ૧૦૦૦ યુવાઓને રોજગાર મળશે-

ગુજરાતના હાલોલમાં ચીનની પેસેન્જરકાર કોમર્શીયલ વાહનોનું ઉત્પાદન કરતી અગ્રગણ્ય કંપની શાંધાઇ ...

news

મોદી ફરીવાર ગુજરાતમાં પધારશે, દેશભરના સાધુ સંતોની હાજરીમાં મોદી નર્મદા મૈયાની આરતી ઉતારશે

નર્મદા ડેમના ગેટ બંધ કરવાની મંજૂરી મળ્યા બાદ હવે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ...

news

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની જાહેરાત થતાં જ આનંદીબેન ચર્ચામાં આવ્યાં

થોડા સમય અગાઉ આનંદીબેનનું નામ રાજ્યપાલ બનાવવા માટે ચર્ચાએ ચડ્યું હતું. ત્યારે તેમણે હું ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine