ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા ફરીવાર શક્તિપ્રદર્શન કરશે

મંગળવાર, 18 જુલાઈ 2017 (17:24 IST)

Widgets Magazine
vaghela


ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા 21 જુલાઈએ તેમના જન્મ દિવસે  સમર્થકો સાથે મહાત્મા મંદિર ખાતે કરશે. છેલ્લા કેટલાક સમયથી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડી રહ્યા છે તેવી વાત વહેતી થતાં તેમણે પત્રકારો સમક્ષ સ્પષ્ટતા કરવી પડી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, મેં કોંગ્રેસ છોડી નથી.  ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે 21 જુલાઈએ શંકરસિંહ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે શક્તિ પ્રદર્શન કરી પોતાની તાકાનો પરચો આપશે.

બાપુના શક્તિ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહેશે. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન બાપુ આગામી વિધાનસભાની ચંટણીને લઈને કોઈ જાહેરાત કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત કોંગ્રેસ માટે શંકરસિંહ ભાજપમાં જોડાવાની ચર્ચા માથાનો દૂખાવો બની ગઈ છે. જૂન મહિનામાં શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર ખાતે સમર્થકો સાથે સંમેલન કર્યું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતાં. શંકરસિંહ વાઘેલાના ભૂતકાળનો રાજકીય ઇતિહાસ જોતાં બાપુએ બળવાખોરી અને સરકારમાંથી રાજીનામું આપવાની પ્રક્રિયામાં જાહેર કાર્યક્રમમાં જ જાહેરાત કરીને કરી હતી. ભાજપ સાથે છેડો ફાડ્યો તે પહેલાં શંકરસિંહ વાઘેલાએ અમદાવાદના સુભાષબ્રિજ પાસેના આરટીઓ ગ્રાઉન્ડમાં જાહેરમાં તલવાર ઉગામીને નવા પક્ષની રચનાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ભાજપમાંથી બળવો કર્યા પછી પોતાના ગામ વાસણ્યા ખાતે બળવાખોર ધારાસભ્યોનો કેમ્પ રાખ્યો હતો. તે પછી કોંગ્રેસ સાથે સરકાર બનાવી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શંકરસિંહ વાઘેલા શક્તિપ્રદર્શન ગુજરાતની રાજનીતિ ડીએનએ બિહાર ચૂંટણી 2015 જેડીયુ ઈલેક્શન લાલુ પ્રસાદ નીતીશ કુમાર નરેન્દ્ર મોદી બિહાર ચૂંટણી 2015 2015ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર મહાકાળ મંદિર ટીમ ગુજરાતમાં કચ્છ બનાસકાંઠામાં ભારે વરસાદ ઈંડિયા ભારત વિરુદ્ધ શ્રીલંકા એકદિવસીય મેચ વિરાટ કોહલી ગુજરાતી સ્થાનિક સમાચાર મેગી વિવાદ નેસ્લે ઈંડિયા બિહાર ચૂંટણી અમદાવાદ સમાચાર ભારતીય ટીમ.ધોની મોદી #નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલ. અમિત શાહ ક્રિકેટ સમાચાર રમત સમાચાર અન્ય રમતો Sports Cricket Gujarati News Gujarat Samachar Cricket News Sports News Team India Latest Gujarati News News In Gujarati News Business News Rain In Mp Rain In Gujarat National News Gujarat Pm Narendra Modi Regional News Of Gujarat Ahmedabad News In Gujarati #webdunia Gujarati #gujarati Webdunia #guja Dna Bihar Elections 2015 Jdu Election Lalu Prasad Nitish Kumar Narendra Modi Bihar Election Latest Gujarat Samachar

Loading comments ...

ગુજરાત સમાચાર

news

EDI ગાંધનગરથી લોન્ચ થયો ‘Boost Your Business Through Facebook’

મુખ્યમંત્રી રૂપાણીએ ર૧મી સદીમાં સોશ્યલ મિડીયાના માધ્યમથી લઘુ નાના-મધ્યમ ...

news

મોદી સાહેબ તમે ઉદ્ધાટન કરેલ બ્રિજ પર સળિયા બહાર આવી ગયા

ગુજરાતમાં ભારે વરસાદના કારણે ભારે નુકસાન થયુ છે. આ વખતે રાજકોટમાં પણ મેઘરાજાએ ભારે ...

news

એઈમ્સની સ્થાપનામાં ભારત સરકારે ગુજરાતને અન્યાય કર્યો

કેન્દ્ર તરફથી ગુજરાતને વધુ એક અન્યાય થઈ રહ્યો છે. જાહેરાતના બે-અઢી વર્ષ પછી ગુજરાત સરકાર ...

news

ઉદ્યોગોને GST લાગુ થતાં આર્થિક રાહતો બંધ કરાઈ - નીતિન પટેલ

સોમવારે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એવી જાહેરાત કરી હતી કે ગુજરાત સરકાર દ્વારા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine