સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઈટ હેક કરાઈ, પાકિસ્તાનનો ઝંડો દેખાયો

બુધવાર, 19 જુલાઈ 2017 (14:06 IST)

Widgets Magazine
pakistan flag


સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઈટ આજે સવારે હેક થઈ હતી. વેબસાઈટ શરૂ કરતા પાકિસ્તાનનો ઝંડા સાથે પાકિસ્તાન ઝિંદાબાદ લખેલું દેખાઈ છે. જેના પગલે પ્રાથમિક અનુમાનમાં પાકિસ્તાનથી સાઈટ હેક કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. આજે સવારથી સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઈટ હેક થઈ જતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.

જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઈટમાંથી સામાન્ય પરિપત્રો, ફોન નંબરના ડેટા હેક કરવામાં આવ્યો છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી યુ.એલ. રાઠોડે જણાવ્યું હતું કે, આજ સવારે ખબર પડી કે વેબસાઈટ હેક થઈ ગઈ છે. જેથી તેને હાલ બંધ કરી દેવામાં આવી છે. સિક્યોરિટી ફિચર ધ્યાન લીધા બાદ જ ચાલું કરવામાં આવશે. એક વર્ષ અગાઉ પણ પાકિસ્તાનથી વેબસાઈટનું હોમ પેઈઝ હેક કરવામાં આવ્યું હતું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વરસાદ બાદ વકરતો રોગચાળો, રાજકોટમાં Swine Flu થી 36 કલાકમાં ચારના મોત

સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી ભારે નુકસાન થયું છે તો બીજી બાજુ વરસાદ ધીમો થતાં રોગચાળાનો ...

news

શંકરસિંહ 21 જુલાઈએ શું કરશે? કોંગ્રેસના નેતાઓ મનાવવામાં થાકી ગયાં

વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ફરી તલવાર તાણી છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના ...

news

સુરતમાં 8000 લોકોને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી

વિમુદ્રીકરણ બાદ માત્ર દોઢ મહિનાના સમયગાળામાં અઢી લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ બેન્ક ...

news

Karnataka News - જમ્મુ-કાશ્મીર પછી હવે કર્ણાટક ઈચ્છે છે અલગ ધ્વજ, કમિટી ડિઝાઈન ફાઈનલ કરવામાં લાગી

કર્ણાટક સરકાર રાજ્ય માટે જુદો ઝંડો અને સિંબોલ માટે એક્શનમાં આવી ગઈ છે. સરકારે 9 સભ્યોની ...

Widgets Magazine