શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 જુલાઈ 2017 (15:34 IST)

ગુજરાતમાં પૂરપીડિતોના નામે રાજકારણ જામ્યું, ભાજપે કોંગ્રેસી ધારાસભ્યને નિશાન બનાવ્યાં, કોંગ્રેસે સરકારને નિષ્ફળ ગણાવી પ્રહારો કર્યાં

બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં હજુયે હજારો પૂરપિડીતો નિસહાય અવસ્થામાં છે.ઘણાં ઘરવિહોણાં બન્યાં છે.આ પરિસ્થિતીમાં હવે ભાજપ અને કોંગ્રેસે પૂરપિડીતોને આગળ ધરીને રાજનિતી શરૃ કરી દીધી છે. એટલું જ નહીં, મુખ્યમંત્રી,મંત્રીમંડળના સભ્યો જ નહીં, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતનુ પ્રતિનિધીમંડળ પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યુ છે. ભાજપે એવો પ્રચાર શરૃ કર્યો છેકે, પૂરપિડીતોને વ્હારે ભાજપ આવ્યું છે . સરકાર પૂરપિડીતોની પડખે રહી છે. ખુદ મુખ્યમંત્રી હવે પાંચેક દિવસ માટે બનાસકાંઠા રહીને સરકાર ચલાવશે અને પૂરની કામગીરી પર સીધી દેખરેખ રાખશે. સરકારની આવી સરાહનીય કામગીરી છે ત્યારે બીજી તરફ,બનાસકાંઠાના કોંગ્રેસી ધારાસભ્ય પુરમાં મતદારોને તરછોડીને રાજ્યસભાના ઉમેદવાર માટે કર્ણાટકના ફાઇવસ્ટાર રિસોર્ટમાં જલસા કરી રહ્યાં છે. કોંગ્રેસે સામે છેડે એવી આક્ષેપબાજી શરૃ કરી દીધી છેકે, જયારે પૂર આવ્યુ ત્યારે કોઇ ભાજપના મંત્રી દેખાયા નથી. હવે સાત દિવસ બાદ પૂરના પાણી ઓસર્યા,હજારો પશુઓ તણાયાં,ઘરવખરી તણાઇ,લોકો ઘરબાર વિનાના થયાં. માનવમૃત્યુ થયાં ત્યારે હવે પૂરપિડીતોની યાદ આવી છે .જો સરકારે સમયસર સહાય કરી હોત તો આટલુ નુકશાન ન થાત.. આજે સોનિયાગાંધીના સલાહકાર અહેમદ પટેલ, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના પ્રદેશના નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતાં .તેમણે ભાજપ સરકાર પૂર વખતે લોકોની સહાય કરવામાં સદંતર નિષ્ફળ નિવડી છે તેવા પ્રહારો કર્યા હતાં. આમ,ગુજરાતમાં પૂરપિડીતોના નામે ભાજપ-કોંગ્રેસ રાજનિતી રમી રહ્યાં છે.