પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુ ગ્રસ્ત બાળકની લાશ રઝળી, પિતા પુત્રની લાશ લઈને રેલવે સ્ટેશન પહોંચી ગયાં

શુક્રવાર, 18 ઑગસ્ટ 2017 (13:21 IST)

Widgets Magazine

swine flu

ગુજરાતમાં હાલમાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર મચી ગયો છે. ત્યારે સરકાર અને તંત્રની નિષ્ફળતાઓ સહેજ પણ છુપી રહી નથી. પાલનપુર સિવિલમાં શંકાસ્પદ સ્વાઈન ફલૂથી ગુરુવારે બાળકનું મોત થતાં હાહાકાર મચી ગયો છે. જોકે બાળકની લાશ એક કલાક સુધી રઝળતાં રહેતાં ખળભળાટ મચી ગયો છે. પિતા ખભા પર લઇ સિવિલ પરિસરની બહાર પહોંચી જતાં ઘટનાની પાલનપુર સિવિલનાં સ્ટાફને જાણ થતાં સિક્યુરિટીએ પાછળ દોટ મૂકી બાળકની લાશને પરત લાવી દીધી હતી.

મૂળ રાજસ્થાનના ધોરીમન્ના ગામના અને ધાનેરા તાલુકામાં હડતા ગામમાં ખેત મજૂર તરીકે કામ કરતાં આદમભાઇ સમા પરિવારનાં સાત વર્ષિય દીકરાને શ્વાસની તકલીફ થતાં ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. જ્યાં તેને વધુ સારવારની જરૂર જણાતાં પાલનપુરની સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં પાલનપુર સિવિલમાં તબીબને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂ જણાતાં બાળકને અહીંના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો.જોકે, થોડી જ વારમાં બાળકનું મોત થઇ જતાં પરિવારજનો બાળકની લાશને ખભે ઉંચકી રેલવે સ્ટેશન તરફ લઇને ચાલતી પકડી હતી. દર્દીનાં પરિવારજનો આ પ્રકારે દર્દીની લાશને ખભે ઉંચકીને સિવિલ કમ્પાઉન્ડની બહાર નિકળી જતાં સિવિલ સ્ટાફમાં દેકારો મચી ગયો હતો. અત્રે ત્વરિત દર્દીનાં પરિવારને શોધવા સિક્યુરિટી સ્ટાફે દોટ લગાવી હતી. જો કે, મૃતકની લાશને કમ્પાઉન્ડમાં લાવી દેવાયા બાદ એક કલાક સુધી પાર્કિંગમાં લઇને પરિવાર બેઠો રહ્યો હતો.હાલ સ્વાઇનફ્લૂનો કહેર છે તેવામાં દર્દીઓનાં સગાઓને માસ્ક આપવામાં આવે તે ઇચ્છનીય છે. જો કે, કેટલાક દર્દીનાં સગાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે સિવિલમાં માંગવા છતાં માસ્ક આપવામાં આવતા નથી. માસ્કને બજારથી ખરીદીને લાવવાનું કહેવામાં આવે છે.પરિવારનાં સભ્ય જ્યારે અહીં પાર્કિંગ શેડમાં જ લાશને લઇને બેઠો હતો ત્યારે ફરજ પરના મહિલા તબીબ રેખાબેન મહેશ્વરીએ પરિવારનાં સભ્યોની મુલાકાત લેવા આવીને અહીંથી ત્વરીત હટી જવા તાકીદ કરી હતી. અને અહીં બેઠા રહેવાથી લોકો ભેગા થાય છે તેમ જણાવી ત્યારથી જતાં રહ્યા હતા. બાળકને લઇને સારવાર માટે આવેલા તેના પિતાએ જણાવ્યું હતું કે, ‘બાળકને સવારે સાડા દસ વાગ્યે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ઇન્જેક્શન આપ્યા બાદ થોડીવારમાં તેનું મૃત્યું થયું હતું.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

આતંકી હુમલાથી કંપી ઉઠ્યુ સ્પેન, 13 લોકોના મોત 50 લોકો ઘાયલ , પોલીસે 4 ને ઠાર કર્યા

સ્પેનના બાર્સેલોના ખાતે લાસ રામબ્લાસ પર્યટક વિસ્તારમાં બંધૂકધારીઓએ બે વાન પૂરપાટ દોડાવીને ...

news

જ્યા વાંદરાએ લહેરાવ્યો ત્રિરંગો

નમસ્કાર મિત્રો... સમાચાર જરા હટકેમાં આપનુ સ્વાગત છે.. 15મી ઓગસ્ટ અને 71માં સ્વતંત્રતા ...

news

VIDEO આ ગ્લેમરસ લેડી છે ચાર બાળકોની દાદી !!

દાદી અને ગ્લેમરસ આ બંને વાતો તમને વિરોધાભાસ લાગતી હશે.. સામાન્ય રીતે ચાર બાળકોની દાદી ...

news

શહેરી વિસ્તારની નબળી ગણાતી ૬૨ બેઠક જીતવા માટે કૉંગ્રેસ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ૧૦૦ દિવસ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે કૉંગ્રેસ દ્વારા ...

Widgets Magazine