ગુજરાતમાં વરસાદની ધમાકેદાર ઈનિંગ, વડોદરામાં ગણેશ પંડાલોમાં પાણી ભરાયાં

સોમવાર, 28 ઑગસ્ટ 2017 (11:12 IST)

Widgets Magazine
ganesha


આજે સવારથી વડોદરા શહેરમાં વરસાદની ફરી એન્ટ્રી થઇ છે. જેને કારણે નોકરી-ધંધા પર જતાં લોકો અટવાઇ ગયા હતા. સાથે ભારે વરસાદને કારણે ગણેશ પંડાલોમાં  પાણી ભરાઇ જવાને કારણે ગણેશ મહોત્સવના આયોજકો પણ અટવાઇ ગયા છે. વડોદરા શહેરમાં ગત 24 કલાકમાં 50 મિ.મી જેટલો વરસાદ નોંધાયો હતો.  વડોદરા શહેરમાં સીઝનનો 32 ઇંચ જેટલો વરસાદ પડી ચૂકયો છે. એટલે કે સીઝનનો 60 ટકા ઉપરાંત વરસાદ નોંધાઈ ચૂકયો છે. શહેર ઉપરાંત જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. ઠંડા પવનો ને વરસાદને કારણે શહેરમાં મહત્તમ તાપમાન ગગડીને 29.6 ડિગ્રી થતાં ગરમીથી શહેરીજનોને રાહત થઇ હતી. હવામાન વિભાગે સતત ત્રણ દિવસ સુધી વરસાદની અગાહી કરી છે. વડોદરા શહેરમાં ખાબકેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. શહેરના કારેલીબાગ, માંજલપુર, માંડવી, વાઘોડિયા રોડ, અલકાપુરી, સુભાનપુરા, ગોરવા, ગેંડાસર્કલ, રેસકોર્સ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. ભેજનું પ્રમાણ સવારે 90 ટકા અને સાંજે 92 ટકા નોંધાયું હતું. ભારે વરસાદના કારણે ઘણા ગણપતિ મંડપોમાં પાણી ભરાઈ ગયાં હતાં. વિતેલા 24 કલાકમાં શહેરમાં 2 ઈંચ વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Ram Rahim Rape case Live -પંજાબના સંગરુરમાં 23 ડેરા સમર્થક અરેસ્ટ, ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ

સિરસામાં આવેલા ડેરા સચ્ચાના પ્રમુખ ગુરમીત રામ રહીમને સીબીઆઈની વિશેષ કોર્ટ આજે બે સાધ્વીઓ ...

news

જમ્મૂ કશ્મીરના પુલવામામાં આતંકી હુમલા 8 જવાન શહીદ

કશ્મીરના પુલવામા આતંકીઓએ જિલ્લા પોલીસ લાઈન પર હુમલો કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ ...

news

રાજકીય સ્વાર્થ માટે પંચકુલા સળગાવ્યુ - હાઈકોર્ટની ખટ્ટર સરકારને ફટકાર

ડેરા સચ્ચા પ્રમુખ ગુરમીત રામ રહીમને પંચકુલાની સીબીઆઇની એક કોર્ટે રેપના 15 વર્ષ જુના ...

news

તરણેતરના મેળાને સ્વાઈન ફૂલની અસર: મુલાકાતીઓની પાંખી હાજરી

ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સમાન તરણેતરના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જોકે, રાજયમાં સ્વાઈન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine