મોદી આવે છે એટલે રસ્તા રીપેર થાય છે. બાકી લોકોને કોર્પોરેશનનું રામનામ જ સાંભળવુ પડતું

મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (12:29 IST)

Widgets Magazine
road repair


ગુજરાતમાં થયેલા અતિભારે વરસાદને પગલે સમગ્ર રાજ્યમાં રોડ અને હાઈવેને ભારે નુકસાન થવા પામ્યું છે. જ્યારે શહેરોના રોડો તો જાણે ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો હોય તેમ લોકોના પગ તોડી રહ્યાં છે. ત્યારે અનેક  રજુઆતો બાદ પણ આ રસ્તા રીપેરીંગની કામગીરી હાથ નહીં ધરાતા લોકો ત્રાહીમામ પોકારી ગયાં હતાં. હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત આવી રહ્યાં છે ત્યારે તેમની મુલાકાત અને તેમની ગુડબુકમાં રહેવા માટે રસ્તા રીપેરીંગનું કામ આરંભી દેવાયું છે.

લોકો એવું પણ કહે છે કે જો ગુજરાતમાં મોદી ના આવે તો આ રસ્તા ક્યારેય રીપેર થાય નહીં,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદમાં ધોવાઈ ગયેલા રોડનું સમારકામ કરવા માટે કોન્ટ્રાક્ટરો અને એન્જીનિયરોની ફોજ ખડકી દેવામાં આવી છે. આ ઝડપનું કારણ છે સપ્ટેમ્બર માસમાં જાપાની પ્રધાનમંત્રી સાથે PM મોદી અમદાવાદ આવવાના છે. અમદાવાદના કુલ 202 કિમીના રસ્તાઓને રિપેરીંગની જરુરિયાત છે.VVIP રુટ ધરાવતા શહેરના કેટલાંક રસ્તાઓને પ્રાથમિકતા અપાઈ છે. નોંધનીય છે કે 17 પટ્ટા પર રિપેરીંગ અને માઈક્રો રિસરફેસિંગની જરુરિયાત છે. આ કામ ઝડપથી પુરુ કરવા માટે ચાર હોટ મિક્સ પ્લાન્ટ અને સાત પેવર વ્હિકલ્સ કામે લગાડાયા છે.રિપેરીંગની સાથે સુરક્ષા બંદોબસ્ત પણ વધુ ચુસ્ત બનાવાયું છે. નોંધનીય છે કે સુરક્ષા બંદોબસ્ત માટે યોજાયેલી મિટિંગમાં AMC કમિશનર અને કલેકટરને પણ સામેલ કરાયા હતા. આવનારા દિવસોમાં જાપાનથી આવેલા સુરક્ષા નિષ્ણાતો સાથે અધિકારીઓની મિટિંગ યોજાશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હાર્દિક પટેલની ધરપકડ અજ્ઞાત સ્થળે લઈ જવાયો, વિજાપુરમાં ટાયરો સળગાવ્યાં

વિદ્યાનગર ખાતે ગણેશોત્સવના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહેલા ‘પાસ’ કન્વીનર ...

news

વડોદરા જિલ્લામાં ભારે વરસાદથી પાંચ ગામો સંપર્ક વિહોણા, ઢાઢર નદીમાં પાણીની આવકથી તોફાન વધ્યું

ગુજરાતમાં શનિવારથી જ ભારે વરસાદની પધરામણી થઈ ગઈ છે. ત્યારે રાજ્યના અનેક શહેરો વરસાદથી ...

news

જેલના સળિયા પાછળ રામ રહીમ, બળાત્કારી બાબાને 20 વર્ષની સજા, જાણો કોર્ટની કાર્યવાહીની 10 મોટી વાતો

સાધ્વી પર રેપના મામલામાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને સ્પેશયલ સીબીઆઈ ...

news

વધુ એક ટ્રેન દુર્ઘટના, દુરંતો એક્સપ્રેસનું એજિન અને 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા

નાગપુરથી મુંબઈ આવી રહેલ દુરંતો એક્સપ્રેસના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. રાહત અને બચાવ ...

Widgets Magazine