ગુજરાત રાજકારણીઓના મોઢે સુરક્ષિત - ગુનાખોરી મામલે અમદાવાદ - સુરતનો દેશના ટોપ ૧૦ શહેરોમાં સમાવેશ

શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (13:19 IST)

Widgets Magazine


નેશલન ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ તાજેતરમાં ૨૦૧૬ દરમિયાન ભારતભરમાં થયેલા ક્રાઇમ અંગે પોતાનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતના બે શહેરો દેશના ટોપ-૧૦ ક્રાઇમ રેકોર્ડ ધરાવતા શહેરોમાં સ્થાન પામે છે. આ રિપોર્ટ અનુસાર આઈપીસી અને એસએલએલ કલમો હેઠળ ૧૯,૮૪૪ જેટલા ગુના નોંધણી સાથે સુરતનો નંબર ૬ પર છે જયારે ૧૬,૮૩૩ ગુના નોંધણી સાથે અમદાવાદ ૯માં નંબરે છે. જયારે રાજય મુજબ વાત કરવામાં આવે તો સરેરાશ ગુનાખોરીમાં ૧૧માં નંબરે રહ્યું છે.

આ રિપોર્ટમાં NCRBએ ૨૦ લાખથી વધુ વસ્તી ધરાવતા ૧૯ શહેરોને ધ્યાનમાં લીધા છે. રિપોર્ટ મુજબ ૨૦૧૫ની સાપેક્ષમાં અમદાવાદમાં ગુનાખોરીના પ્રમાણમાં સૌથી વધુ હત્યા, બળાત્કાર અને બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ કરવાના કારણે મોતના કિસ્સા વધ્યા છે. ૨૦૧૫ની સરખામણીએ રેપના કેસની નોંધણી ડબલ જેટલી થઈ ગઈ છે. ૨૦૧૫માં ૫૯ કેસ નોંધાયા હતા તેની સામે ૨૦૧૬માં ૧૧૩ રેપ કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. જયારે બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગના કેસમાં મૃત્યુઆંક ૩૭૫થી વધીને ૪૨૮એ પહોંચી ગયો છે. જોકે મિલકતને લગતા ગુના બાબતે શહેર માટે સારા સમચાર છે. ચિંટિંગના મામલામાં ૨૧.૫%નો ઘટાડો નોંધાયો છે. જયારે ચોરીના મામલે ૩.૮૫% ગુના ઓછા થયા છે. રિપોર્ટ મુજબ ૨૦૧૬માં જાતિવાદના કારણે ૯ હુલ્લડના કેસ નોધાયા છે. જયારે બેંગલુરુમાં આવા ૧૦ કેસની નોંધણી સાથે પ્રથમ સ્થાને છે. જોકે ગુજરાતમાં હુલ્લડમાં માર્યા ગયેલાઓની સંખ્યા ખૂબ જ વધુ છે. દેશના બધા જ ભાગમાં થયેલા હુલ્લડમાં કુલ ૫૦ લોકો માર્યા ગયા છે જે પૈકી ૨૫ જેટલા ગુજરાત એકલામાં છે. રિપોર્ટ મુજબ ૨૦૧૬ અંતર્ગત ગુજરાત ભરમાંથી ૧૮ વર્ષની વયથી નીચેના ૨૦૦૭ બાળકો અને સગીરો ગૂમ થયા છે. જેમાં ૧૩૪૨ ગર્લ ચાઇલ્ડ છે જયારે ૬૬૫ બોય્ઝ છે. જયારે રાજયમાં કસ્ટોડિયલ ડેથના ૧૧ કેસ નોંધાય છે. જે દેશમાં મહારાષ્ટ્રના ૧૬ કેસ પછી બીજા નંબરે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત દેશના ટોપ ૧૦ શહેરો ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર મોદી પ્રધાનમંત્રી વિધાનસભા ચૂંટણી રાજકારણી. ગુનાખોરી મામલે અમદાવાદ - સુરત Gujarat News Gujarati News Paper Gujarati News Live News In Gujarati Latest Gujarati News Gujarati Breaking News Daily Gujarati News Breaking National News Latest Gujarati News Live National News In Gujarati Latest Gujarati News Online Latest National News In Gujarati Latest India News In Gujarati News Of India In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાહુલને સોમનાથ મંદિરમાં બિન હિન્દુ તરીકે ચિતરવા પાછળ કોંગ્રેસના જ એક નેતાનો હાથ હોવાનો ધડાકો

સોમનાથ મંદિરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ બિન હિન્દુ રજીસ્ટરમાં નોંધવામાં ...

news

પાટીદારોને મનાવવા ભાજપ નિતીન પટેલને સીએમ કેન્ડીડેટ જાહેર કરી શકે છે

ચૂંટણી પહેલાં ભાજપ નીતિન પટેલને મુખ્યપ્રધાનના ચહેરા તરીકે જાહેર કરે તેવી ખાનગી ચેનલોમાં ...

news

મોદી પર બંગડી ફેંકનાર ચંદ્રિકા સોલંકીનું ચૂંટણી ચિન્હ પણ બંગડી!

સરકાર સામે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહેલી આશા વર્કર બહેનોના આગેવાન ચંદ્રિકા સોલંકીએ ...

news

કોંગ્રેસે છોટુ વસાવા સાથે હાથ મિલાવતા ભાજપની ચિંતામાં વધારો, અમિત શાહની ગુપ્ત બેઠક

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે ભરૂચની મુલાકાત લઇ ચાર ઝોનના આગેવાનો સાથે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine