ગુજરાતમાં અત્યારથી લોકસભા ચૂંટણીના સરવે શરૂ થઈ ગયાં

Last Modified શનિવાર, 6 જાન્યુઆરી 2018 (13:09 IST)

લોકસભાની ચૂંટણી આડે સવા વર્ષ બાકી રહ્યું છે ત્યારે ભાજપે ગુજરાતમાં અત્યારથી જ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. નવી સરકારની રચના પછી શરૂ થયેલા આંતરિક 'ઉંબાડિયા' ને પાર્ટીએ ગંભીરતાથી લીધા છે. ભવિષ્યમાં તેનો 'ફેલાવો' રોકવા માટેના વિકલ્પો વિચારાઇ રહ્યા છે. બહારના અને અંદરના પડકારોની હારમાળા વચ્ચે લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ હસ્તક રહેલી સંસદની તમામ છવીસ બેઠકો ફરી જીતવાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર અને રાજય કક્ષાએથી સર્વે શરૂ થઇ ગયાના વાવડ છે.

વહીવટ અને વિકાસની દ્રષ્ટીએ શું ખૂટે છે ? તેની માહિતી ભેગી કરવાનો પ્રારંભ થઇ ગયો છે. રાજય અને કેન્દ્રમાં ભાજપ સરકાર હોવાથી વિકાસ કામો ન થવા માટે હવે વિપક્ષને દોષિત ઠેરવી શકાય તેવી સ્થિતી નથી. ભાજપની સરકારે પોતે કરેલા કામોનો હિસાબ આપી મત માંગવાના છે. પાંચ વર્ષ પહેલાથી અને હાલની સ્થિતીમાં શું ફેર પડયો ? લોકસભાના વર્તમાન સભ્યની જનમાનસમાં શું છાપ છે ? મતક્ષેત્રમાં કઇ બાબતો ફાયદાકરક છે અને કઇ બાબતો નુકશાનકારક છે ? જ્ઞાતિના સમીકરણો શું છે ? વિપક્ષની અસર કેવી છે ? વગેરે બાબતો સમીક્ષા અને સર્વેમાં આવરી લેવામાં આવશે. સર્વેના આધારે સરકારી યોજનાઓ અને વહીવટી તંત્રમાં જરૂરી ફેરફારો કરાશે. રાજયના વહીવટી તંત્રમાં હવે જે મોટા સ્તરના ફેરફારો આવે તેમાં ચુંટણીલક્ષી એક વધારે દેખાશે. વિવિધ એજન્સીઓ અને તજજ્ઞોના અહેવાલ, પ્રતિભાવના આધારે આગળના રાજકીય વહીવટી નિર્ણયો લેવામાં આવશે. ધારાસભ્યની ચૂંટણીમાં ભાજપે ૧પ૦ બેઠકોનો લક્ષ્યાંક રાખેલ તેની સામે ૯૯ બેઠકોમાં સંકેલો થઇ ગયો તેથી કેન્દ્રીય નેતાગીરી વિચારતી થઇ ગઇ છે.આ પણ વાંચો :