સુરતમાં શાળાના સામે શિક્ષિકાનો છેડતીનો આરોપ

સોમવાર, 8 જાન્યુઆરી 2018 (16:29 IST)

Widgets Magazine
news of gujarat


સુરતના કાપોદ્વા વિસ્તારમાં સ્થિત નચિકેતા સ્કૂલના પ્રિન્સિપલ સામે એક શિક્ષિકાએ છેડતીનો આરોપ લગાવતાં મોટી સંખ્યામાં વાલીઓએ શાળા પર પહોંચી હોબાળો મચાવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ કાપોદ્વા વિસ્તારમાં નચિકેતા વિદ્યાલય આવેલી છે. આ સ્કૂલની એક શિક્ષિકાએ પ્રિન્સિપલ ધનસુખ કિકાણીની સામે છેડતીનો આરોપ લગાવ્યો છે. તેનો આરોપ છે કે તે રવિવારે સ્કૂલની ઓફિસમાં રજા લેવા માટે આવી હતી તે સમયે સ્કૂલના પ્રિન્સિપાલ ધનસુખ કિકાણીએ ચાવી લેવાના બહાને શિક્ષિકાનો હાથ પકડી લીધો અને અભદ્ર માંગણી કરી હતી.

આ ઘટના બાદ શિક્ષિકા ત્યાંથી ભાગીને પરિવારજનોને આપવિતી જણાવી હતી અને આખરે મહિલા કાપોદ્વા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી.બીજી તરફ વાલીઓને આ ઘટના અંગે જાણ થતા મોટી સંખ્યામાં લોકો સ્કૂલ પાસે એકઠા થઈ ગયા હતા. ટોળા દ્વારા સ્કૂલમાં કોઈ તોડફોડ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગીરમાં સિંહ દર્શન માટે દિવસો પહેલા બુકિંગની ઝંઝટમાંથી મુક્તિ

એશિયાટિક સિંહ દર્શન માટે દુનિયાના એકમાત્ર સ્થળ ગીરમાં આવતા લોકોના ઉત્સાહ અને પ્રવાસીઓની ...

news

મુસ્લિમ હોવું ગુનો છે પણ ભગવાટોળી શા માટે મારી પાછળ પડી છે - હાર્દિકનું ટ્વિટ

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક ૫ટેલે ફરી એક વખત વિવાદાસ્પદ ટીપ્પણી કરી છે. ...

news

ગાંડા વિકાસને ડાહ્યો કરવા રૂપાણી સરકારનો એક્શન પ્લાન

ધારાસભાની તાજેતરની ચૂંટણીમાં ગ્રામીણ ગુજરાતના નકશામાંથી લગભગ સાફ થયા બાદ ભાજપ સરકાર ...

news

ગુજરાત સરકારની ૩ વેબસાઇટ પર લીક થયો આધાર ડેટા

આધાર કાર્ડના ડેટાની સુરક્ષા પર પહેલાથી સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ ...

Widgets Magazine