વડોદરામાં 13 હજાર કરોડના કૌભાંડના આક્ષેપ મામલે, કોર્પોરેટરે PMને લખ્યો પત્ર

vadodara  news
Last Modified શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (15:57 IST)

માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુનિસિપલ કમિશનર પર આક્ષેપોનો મારો ચલાવવાનો વિવાદ ચાલી રહ્યો છે. આવા સંજોગોમાં મ્યુ.કમિશનરે સજોડે ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચી ઘટના ઉપર પડદો પાડવા અને સમજાવટના પ્રયત્નો કર્યા હતા. જોકે આ વિવાદમાં હવે કોર્પોરેટર પણ મેદાને પડ્યા છે. તેમણે વડાપ્રધાનને પત્ર લખ્યો છે જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, સ્લમ-ફ્રી સિટીના નામે 13000 થી 15000 કરોડનું કૌભાંડ સત્તાધારી પક્ષ અને કમિશ્નરની મિલીભગતથી થઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.

કલેક્ટર મારફત પ્રધાનમંત્રીને સંબોધીને પત્ર લખી LIG, MIG ની સ્કિમોનાં બાંધકામ તાત્કાલિક ધોરણે અટકાવવા માંગણી કરી હતી. શહેરના સિનિયર ભાજપી ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુનિસિપલ કમિશનર ડો.વિનોદ રાવ સામે છેલ્લા એક સપ્તાહથી આક્ષેપોનો મારો ચલાવી રહ્યા છે. જેમાં, ભૂતકાળની તપાસની પણ માંગણી કરતાં વિવાદ વધુ ભભૂક્યો હતો. ધારાસભ્ય દ્વારા થઈ રહેલા આક્ષેપોને પગલે મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવ પત્ની સાથે ગુરૂવારે બપોરે ધારાસભ્ય યોગેશ પટેલના અમદાવાદી પોળ સ્થિત નિવાસસ્થાને પહોંચી ગયા હતા. યોગેશ પટેલના નિવાસસ્થાને 30 મિનિટ સુધી બન્ને વચ્ચે ગુપ્ત ચર્ચા ચાલી હતી. બેઠકના અંતે સમાધાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બીજી તરફ આ વિવાદમાં હવે કોંગ્રેસનાં કોર્પોરેટર અમી રાવત પણ મેદાને આવ્યા છે. તેમણે પ્રધાનમંત્રીને ઉલ્લેખીને લખેલા એક પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે,વડોદરાને સ્લમ-ફ્રી સિટીના નામે 13000 થી 15000 કરોડનું કૌભાંડ વડોદરા વાસીઓની અને સરકારની પ્રાઈમ લોકેશન વાળી કિમતી 86,60,000 લાખ સ્ક્વેર ફૂટ જમીનને બિલ્ડરોને-પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના માટે મફતના ભાવે ફાળવી દીધી છે. કરોડો રૂપિયા કમાવવાનું ભાજપના નેતાઓ દ્વારા સમગ્ર કૌભાંડ થયું છે તેના પુરવાની સીલસિલાબંધ વિગતો પુરાવા સાથે ટુંક સમયમાં રજુ કરીશું તેવો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.


આ પણ વાંચો :