17મી ફેબ્રુઆરીએ યોજાશે 75 નપા, 17 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયતની ચૂંટણી

gujarat election
Last Modified બુધવાર, 24 જાન્યુઆરી 2018 (10:41 IST)

ગુજરાતના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચના વડા ડો. વરેશ સિંહાએ પત્રકારોને માહિતી આપી ચૂંટણીની તારીખોનું એલાન કર્યું છે. ચૂંટણીનાં વિગતવાર કાર્યક્રમની સાથે રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. ડો.વરેશ સિંહાએ જણાવ્યું કે ગુજરાતની 75 નગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવી રહી છે. આ માટે 29મી જાન્યુઆરીથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. આચારસંહિતાનો આજથી અમલ શરૂ થઈ ગયો છે. પરિણામ સુધી આચારસંહિતા લાગુ રહેશે. તેમણે જણાવ્યું કે તમામ ચૂંટણી ઈવીએમ મશીન દ્વારા કરવામાં આવશે. આ માટે 15 હજારનો સ્ટાફ કાર્યરત રહેશે અને ચૂંટણીનું સખતાઈથી નિરીક્ષણ કરવામાં આવશે. આશરે 2763 બુથની વ્યવસ્થા કરવામાં આવશે. કુલ 529 વોર્ડ માટે ચૂંટણી યોજવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું 29થી જાન્યુઆરીથી લઈ ત્રીજી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રક ભરી શકાશે. ત્યાર બાદ ફોર્મની ચકાસણી અને ફોર્મને પરત ખેંચી શકાશે. 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 19 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 17મી ફેબ્રુઆરીએ મતદાન કરવામાં આવશે અને મતગણતરી 19મી ફેબ્રુઆરી કરવામાં આવશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.


આ પણ વાંચો :